Western Times News

Gujarati News

અંબિકા મિલ કમ્પાઉન્ડમાં ત્રણ ગેરકાયદે કોમર્શિયલ યુનિટ તોડી પડાયા

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, વિકાસની હરણફાળ ભરી રહેલા અમદાવાદમાં રેસિડેÂન્સયલ અને કોમર્શિયલ એમ બન્ને પ્રકારના ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટયો છે અને મ્યુનિ. તંત્રના એસ્ટેટ તથા ટીડીઓઅ વિભાગ દ્વારા આવા ગેરકાયદે બાંધકામો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ખાસ કરીને શહેરના પૂર્વ ઝોનમાં છેલ્લા થોડા સમયથી કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ પ્રકારના ગેરકાયદે બાંધકામો ઊભા કરી દીધા હોવાની અનેક ફરિયાદો સામે આવ્યા બાદ પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આ પ્રકારના બાંધકામો પર હથોડા ઝીંકવાના આદેશ જારી કર્યા છે. અમરાઈવાડી વોર્ડમાં આવેલા અંબિકા મિલ કમ્પાઉન્ડમાં ત્રણ ગેરકાયદે કોમર્શિયલ યુનિટને તંત્રની ટીમે તોડી નાંખ્યા છે.

અમરાઈવાડી વોર્ડમાં ટીપી સ્કીમ નં.૯ (રાજપુર-હીરપુર)ના ફાઈનલ પ્લોટ નં.રપ/પૈકીમાં આવેલા અંબિકા મિલ કમ્પાઉન્ડ મ્યુનિ. તંત્રની કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર જ ત્રણ કોમર્શિયલ પ્રકારના ગેરકાયદે યુનિટ ઊભા કરી દેવાયા હતા. પૂર્વ ઝોનના એસ્ટેટ અને ટીડીઓ વિભાગે અમરાઈવાડી પોલીસ સ્ટેશનના ચુસ્ત બંદોબસ્ત હેઠળ દબાણવાન, ખાનગી મજૂરો, ગેસ કટર, જેસીબી અને બ્રેકર મશીનની મદદથી અમલવારી કરીને

આશરે ૩૮૦ ચોરસફૂટનું ગેરકાયદે બાંધકામ તોડી પાડયું હતું. આ ઉપરાંત ઓઢવ વોર્ડમાં ઓઢવા ગામ નજીક બીઆરટીએસ રોડ પર ભરાતા વર્ષો જૂના કાડિયાનાકાને ઓઢવ તળાવ પાસે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બનાવેલા નવા ડોમવાળા શેડમાં બેસવાની સુવિધાવાળી જગ્યાએ શિફટ કરી વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાનો અંત લવાતા સ્થાનિક દુકાનદારોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે.

સમગ્ર પૂર્વ ઝોનમાં આડેધડ પાર્ક કરવામાં આવેલા વાહનોના કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને અવાર-નવાર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હતી. આ સમસ્યાનો અંત લાવવા માટે તંત્ર દ્વારા સમગ્ર પૂર્વ ઝોનમાં ટ્રાફિકને નડતરરૂપ આડેધડ પાર્ક કરેલા કુલ ૪૦ વાહનને લોક મારી દેવામાં આવ્યા હતા. આ વાહનોના કસૂરવાર ચાલકો પાસેથી કુલ રૂ.૧૧,૬પ૦નો વહીવટીચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.

નિકોલ વોર્ડમાં આઠ વાહનને લોક મારી રૂ.ર૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો જ્યારે વસ્ત્રાલ વોર્ડમાં છ વાહનોને તાળા મારી રૂ.૧૮૦૦, ભાઈપુરા વોર્ડમાં બે વાહનને તાળા મારી રૂ.૬૦૦, ગોમતીપુર વોર્ડમાં બે વાહનને લોક મારી રૂ.પપ૦, રામોલ-હાથીજણ વોર્ડમાં ચાર વાહનને લોક મારી રૂ.ર૦૦૦, વિરાટનગર વોર્ડમાં ત્રણ વાહનને લોક મારી રૂ.૧૦૦૦, અમરાઈવાડી વોર્ડમાં ૧૦ વાહનને લોક મારી રૂ.રર૦૦ અને ઓઢવ વોર્ડમાં પાંચ વાહનને લોક મારી રૂ.૧પ૦૦નો દંડ વસૂલાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.