ચાર દિવસથી RTOનું સર્વર ઠપ થતાં વાહન-લાઈસન્સની ફેસલેસની અરજીઓનો ભરાવો
અરજદાર કક્ષાએ વાહનના ડોકયુમેન્ટ અપલોડ ન થતાં વાહન કામગીરીને અસર
(એજન્સી)અમદાવાદ, વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચઅધિકારીઓ ફીટનેસ સેન્ટરની મંજૂરીમાં દોડભાગ કરે છે અને અરજદારો રામભરોસે હોવાની સ્થિતી આરટીઓમાં જોવા મળી રહી છે.
છેલ્લા ચાર દિવસથી અરજદાર કક્ષાએ સર્વરના ધાંધીયાના લીધે લાઈસન્સ અઅને વાહનની કામગીરી અટવાઈ છે. અરજદાર અને આરટીઓ કક્ષાએ તો વાહનના ડોકયુમેન્ટ અપલોડમાં સમસ્યા સર્જાઈ છે. વાહન અને લાઈસન્સની ફેસલેસ સેવાને પણ ગંભીર અસર થઈ છે. એટલું જ નહીં મેમોથી પ્રજા પરેશાન હોવા છતાં આરટીઓ અધિકારીઓની રજુઆતોને વિભાગ ધ્યાનમાં લેતું નથી.
વિભાગના બાબુઓ વીકલી મીટીગો કરીને પડતર અરજીનો નિકાલ કરવાની સુચના આપે છે. પરંતુ સર્વરની સમસ્યા અંગે કોઈ નિવારણ લાવતા નથી. જેના કારણે હાલ આરટીઓ અને અરજદાર કક્ષાએ વાહનના ડોકયુમેન્ટ અપલોડ થવામાં કલાકો પછી પણ પરીણામ મળતું નથી. વારંવાર એરર આવે છે. સુભુષબ્રીજ આરટીઓમાં સર્વરના લીધે લાઈસન્સના બેકલોગની અરજીઓઅનું ભારણ વધી ગયું છે.
અને તેની પેટા ત્રણ આરટીઓ કચેરીમાં ફેસલેસની અરજીઓનો સમયસર નિકાલ થતો નથી. ટ્રાફીક પોલીસ પકડે ત્યારે અરજદાર દ્વારા જૂના લાઈસન્સની અરજી બેકલોગ માટે આરટીઓમાં પેન્ડીગ હોવાની રજુઆત પોલીસ દ્વારા માન્ય રખાતી નથી.
અને વાહન ડીટેઈન કરીને મેમો આપે છે. કારના બિઝનેસ સાથે સંકળાયેલા માન્ય પ્રતિનિધીઓએ કહયું કે, વસ્ત્રાલ, ગાંધીનગર અઅને બાવળામાં તો જુના વાહનો ટ્રાન્સફર, અન્ય રાજયના વાહનો અને નવા વાહનના રજીસ્ટ્રેશનમાં ભાંડાં કરાર કરાયા હોય તો સંબંધીત વાહન માલિકને રૂબરૂ બોલાવવાનો આગ્રહ રખાય છે. અરજદારોને એરર હોવાનું જણાવીને રૂબરૂ બોલાવીને ચકાસવાનો આગ્રહ રખાય છે.