નડિયાદને સ્વચ્છ બનાવવાની નેમ સાથે નહેરની સાઇડ વિસ્તારમાં સફાઇ કર્મીઓ દ્વારા સફાઈ અભિયાન
સ્વચ્છતાનો સત્યાગ્રહ, નડિયાદ નો આગ્રહ અભિયાન હેઠળ નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની આગેવાનીમાં નડિયાદને સ્વચ્છ બનાવવાની નેમ સાથે ઝલક પોલીસ ચોકી થી અનેરી હાઇટસ ફ્લેટ સુધી, અનેરી હાઇટ્સ ફ્લેટથી વરિયા પ્રજાપતિની વાડી સુધી તથા નહેર ની સાઇડ વિસ્તારમાં સફાઇ કર્મીઓ,
જેસીબી મશીન તથા પાવડા દ્વારા સફાઇ કરવામાં આવી હતી અને વિસ્તારના રહીશોને ડોર ટુ ડોર કલેક્શન વાન દ્વારા જ કચરાનો નિકાલ કરવાની અપીલ કરી હતી આ પ્રસંગે કારોબારી ચેરમેન પરીન રાવ તેમજ સ્થાનિક કાઉન્સિલરો અને નગરપાલિકા ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)