Western Times News

Gujarati News

નવા વર્ષમાં કારની કિંમતોમાં ૩થી ૪ ટકા વધારાની શક્યતા

પ્રતિકાત્મક

મુખ્ય અને પ્રિમિયમ બંને પ્રકારની કારના ઉત્પાદકો ભાવ વધારો કરે તેવી બજારમાં અટકળો

(પ્રતિનિધિ) અમદાવાદ, ભારતમાં માત્ર મોટા શહેરો જ નહિ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અલગ- અલગ કંપનીઓની ફોર-વ્હીલર ગાડીઓ માર્ગ પર દોડતી જોવા મળશે. મેટ્રો શહેરોમાં એક તરફ ભારે ટ્રાફિકની વચ્ચે પણ મોંઘીદાટ ગાડીઓના વેચાણનો રેશિયો એકંદરે ઉંચો રહયો છે. ખૂબ જ સરળતાથી હપ્તાની સિસ્ટમ કાર્યરત થતા ગાડીઓનું વેચાણ વધ્યું છે.

જેવી જેની કેપેસીટી તે પ્રમાણે બજારમાંથી ગાડીઓ ખરીદાય છે. કંપનીઓના શો-રૂમ સતત ગાડી ખરીદદારોથી ભરેલા જોવા મળશે. હવે ર૦રપનું નવુ વર્ષ આવશે અને તેને ગણતરીના દિવસો બાકી છે ત્યારે એવુ કહેવાય છે કે ગાડીઓના વેચાણમાં વધારો થાય તેવી શકયતાઓ છે તો બીજી તરફ કાર ઉત્પાદક કંપનીઓ તેમની કારની કિંમતમાં અંદાજે ૩ થી ૪ ટકા વધારો ઝીંકે તેવી શકયતાઓ બજારમાં વ્યકત થઈ રહી છે.

ભારતમાં કારનું માર્કેટ વિશાળ છે. પહેલાના સમયમાં માલેતુજાર વર્ગ પાસે ગાડી જોવા મળતી હતી પરંતુ હવે યુગ બદલાયો છે. નવા જમાના પ્રમાણે મધ્યમવર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગમાં ગાડી ખરીદવાનું ચલણ વધ્યું છે. સરળ હપ્તે મળતી લોન, ઉંચા પગાર ધોરણ, ફેમીલી મેમ્બરો દ્વારા શેરબજાર સહિતના માર્ગે થતી આવકને કારણે જીવનધોરણમાં વ્યાપક ફેરફાર આવ્યો છે અને એટલે જ કારના વેચાણમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો છે.

વર્ષ ર૦ર૩માં લગભગ ૧૭.૦૮ યુનિટ કારના વેચાણનો આંકડો બહાર આવ્યો છે જે ર૦રરના વર્ષ કરતા ૮.પ ટકાનો વધારો દર્શાવે છે. જોકે ર૦ર૪માં ઓગસ્ટમાં દેશમાં દર ૧૦,૦૦૦ લોકોએ દરેક દિવસે પોતાના માટે નવી કાર ખરીદી હોવાનો આંકડો બહાર આવ્યો છે. અલબત્ત ર૦ર૪ના વર્ષમાં ચોકકસ કેટલો આંકડો છે તે અંગે ચોકકસ આંકડાઓ નથી

પરંતુ ભારતમાં દ્વિચક્રી- ફોર વ્હીલર્સના વેચાણનો આંકડો વધે છે તે હકીકત છે જોકે મુળ મુદ્દો એ છે કે નવા વર્ષમાં મુખ્ય અને પ્રિમિયમ બંને પ્રકારની કાર ઉત્પાદક કંપનીઓ તેમની કારની કિંમતમાં વધારો આવે તેવી શકયતાઓ છે આગામી દિવસોમાં કાર ઉત્પાદકોતેમની કારના ભાવમાં ૩ થી ૪ ટકાનો વધારો કરે તેવી અપેક્ષા બજારના વર્તુળો વ્યકત કરી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.