Western Times News

Gujarati News

ભારત-બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં ખટાશ: ચીન પાસે ખરીદશે ૧૬ ફાઈટર વિમાનો ?

પ્રતિકાત્મક

નવી દિલ્હી, ભારતના પડોશી દેશો હવે પોતાનાં દેશની સેનાને મજબૂત કરવાની દિશામાં આગળ વધી રહયા છે તેને કારણે ભારતની ચિંતામાં સ્વાભાવિક વધારો થાય તે માની શકાય છે પાકિસ્તાનતો ચીનની પાસે શસ્ત્રો ખરીદી રહયુ છે ત્યારે ભારતના બીજા પડોશી બાંગ્લાદેશે ચીન પાસેથી ફાઈટર પ્લેન ખરીદવા મન બનાવ્યુ છે

બાંગ્લાદેશ આગામી દિવસોમાં ચીન પાસેથી ફાઈટર પ્લેન ખરીદી શકે છે જો આમ થશે તો પાકિસ્તાન બાદ બાંગ્લાદેશનો નંબર હશે કે જે ચીનની નજીક સરકી રહયું છે.
બાંગ્લાદેશમાં નવી સરકાર અÂસ્તત્વમાં આવ્યા પછી ભારત વિરોધી પગલાઓની શરૂઆત થઈ છે ખાસ તો ત્યાંના ભારતીય લોકો પર હુમલાઓની ઘટનામાં ઉછાળો આવ્યો છે

તાજેતરમાં ભારતના અધિકારી બાંગ્લાદેશ ગયા હતા જયાં તેમણે ભારતનો પક્ષ રાખીને ત્યાં વસવાટ કરતા ભારતીયોને સુરક્ષા પૂરી પાડવા જણાવ્યું હતું. જોકે બાંગ્લાદેશે ભારતીય સરહદ નજીક તુર્કીના ડ્રોન પણ ગોઠાવ્યા હતા. આમ એક પછી એક નિર્ણયોને કારણે ભારત થોડુ સતર્ક થઈ ગયું છે. હવે કહેવાય છે કે બાંગ્લાદેશ ચીન પાસેથી જે-આઈઓસી મલ્ટી રોલ ફાઈટર જેટ ખરીદવા વિચારી રહયુ છે.

તો બીજી તરફ હેલિકોપ્ટરના અપગ્રેડેશન અંગે આગળ વધવા માંગે છે તેના માટે તે ચીનની મદદ લેનાર છે. બાંગ્લાદેશ ચીન પાસેથી જે-આઈઓસી મલ્ટીરોલ ફાઈટર જેટ ખરીદી શકે છે અને પ્રથમ ચરણમાં ૧૬ જેટલા જે-આઈઓસી ફાઈટર વિમાનો ખરીદવા તત્પર થયુ છે આ અંગેનો ઈશારો બાંગ્લાદેશના એયર ચીફ માર્શલ હસન મહમૂદખાને આપ્યો હોવાના અહેવાલો છે.

બાંગ્લાદેશ હાલમાં ભારત વિરોધી વલણ અખત્યાર કરીને બેઠુ છે. શેખ હસીના સરકારના પતન પછી ત્યાં યુનુસ સરકારનું સામ્રાજય છે. નવી સરકારના ગઠન પછી ભારતીયો પર હુમલા વધ્યા છે. તો સરહદે ડ્રોનની તૈનાતી સહિતના પગલાંઓથી ભારત-બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે ત્યારે બાંગ્લાદેશ ચીન પાસેથી ફાઈટર વિમાનો ખરીદશે તો તેનાથી ભારત સાથેના સંબંધો વધુ વણસે તેવી શકયતાઓ વ્યકત થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.