ભાડુઆતની પોલીસ સ્ટેશનમાં નોંધણી ન કરાવનાર બે મકાન માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો
બંને મકાનના માલિકો વિરુદ્ધ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે ગુનો નોંધ્યો છે
વડોદરા , વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં મકાનમાલિકો પોતાના મકાનો ભાડે આપી દેતા હોય છે પરંતુ ભાડું વાતોની પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવતા નથી. જેના પગલે કેટલાક અસામાજિક તત્વો પણ આ રીતના આશરો મેળવતા હોય છે અને ક્યારેક ગુનાઓને પણ અંજામ આપે છે.
ત્યારે પોલીસ દ્વારા આવા મકાન માલિકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં તાંદલજા તથા રૂપાપુરા ગામમાં પરપ્રાંતિય ભાડુઆત મળી આવ્યા હતા પરંતુ તેમની નોંધણી પોલીસ સ્ટેશનમાં કરાવેલ ન હોય બંને મકાનના માલિકો વિરુદ્ધ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે ગુનો નોંધ્યો છે.
વડોદરા શહેરમાં મકાનમાલિકો દ્વારા પોતાના મકાનો લોકોને ભાડે આપી દીધા હોય છે પરંતુ કોઈ વખત કેટલાક અસામાજિક તત્વો આ ભાડાના મકાનમાં રહીને અંદરખાને ગુનાહિત કૃત્ય આચરતા હોય છે. જેથી પોલીસ કમિશનર દ્વારા મકાન માલિક હોય ભલે મકાન ભાડે આપ્યું હોય પરંતુ ભાડુઆતની નોંધણી પોલીસ સ્ટેશનમાં કરાવવા માટેનું જાહેરનામું બહાર પાડયુ છે.
પરંતુ ઘણા મકાન માલિકો પોલીસ સ્ટેશનમાં ભાડું વાતોની નોંધણી કરાવતા નથી જેને લઈને પોલીસ દ્વારા આવા મકાન માલિકો સામે ગુનો દાખલ કરવામાં આવતો હોય છે. નંદેસરી પોલીસ સ્ટેશનના જુદા-જુદા વિસ્તારોમાં કાયદેસરની કાર્યવાહી કરવાની હોય અલગ-અલગ ટીમો બનાવી વિસ્તાર પેટ્રોલીંગમાં હતા અને ફરતા ફરતા રૂપાપુરા ગામ ચંદુભાઈ દિપાભાઈવાળા ફળીયા પાસે આવતા ત્યા ઓરડીઓ આવેલ હતી.
જેથી ઓરડીઓ પૈકી એક બોરડી ચેક કરતા ત્યા એક ઇસમ હાજર મળી આવ્યો હતો. તેનું નામ ગોપાલકુમાર નરવતસિંહ સોલંકી (રહે-રૂપાપુરા ગામ, ચંદુભાઇ દિપાભાઈવાળુ ફળીયુ તા-જી-વડોદરા મુળ સહે-નિશાળવાળુ ફબીયુ બોડીદ્રા ગામ તા-કાલોલ જી-પંચમહાલ)નો હોવાનુ જણાવ્યુ હતું અને મકાનમા બે વર્ષથી ભાડેથી રહેતા હોવાનુ જણાવતો હતો ભાડા કરાર કરાયેલ છે કે કેમ ?
તેમ પુછતાં આવુ કોઈ ભાડાજરાર કરાવેલ નથી તેમ જણાવ્યૂ હતું. જેથી સદર ઓરડીના માલિકને જીતેન્દ્ર ભગવાનસિંહ પરમારે પરપ્રાંતિય ઇસમોને પોતાની માલિકીની ઓરડી ભાડેથી આપી ભાડા કરાર નહી કરાવી તેમજ ભાડુઆતની માહિતી સંબંધિત પોલીસ સ્ટેશનમાં નહી આપી માલિક દ્વારા પોલીસ કમિશનરના જાહેરનામાં હુકમનું ઉલ્લંઘન કર્યો છે.
જેથી નંદેસરી પોલીસે મકાન માલિક વિરુદ્ધ દાખલ કર્યો છે. તેવી જ રીતે વિષ્ણુબાલા નગીન વાઘેલા (રહે. ૫૧ વૃધ્ધાવન પાર્ક સોસાયટી વડસર, માંજલપુર) એ પોતાનુ તાંદલજા વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં પોતાનું મકાન કરમે આશ્રમ નસીર અહેમદને માસિક રૂ.૨૫૦૦ લેખે ભાડે આપ્યુ હતું.
ભાડુઆત તથા મિલ્કત મકાન માલીકના ફોટાઓ નમુના મુજબનુ ફોર્મ સંબંધીત પોલીસ સ્ટેશન આપેલ ન હોય કે સીટીઝન પોર્ટલ કે સીટીઝન એપ પર રજીસ્ટ્રેશન કરાવેલ ન હતું. જેથી મકાન માલિક વિરુદ્ધ જેપી રોડ પોલીસે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.