લક્ઝરી વોલ્વો કાર પર કન્ટેનર પડ્યુંઃ CEO પરિવારના 6 લોકોના મોત
લક્ઝરી કાર પર કાળ બનીને પડ્યું કન્ટેનરઃ છના મોત-નેશનલ હાઈવે-૪૮ પર એક લક્ઝરી વોલ્વો કાર પર ઉપર અચાનક ભારે કન્ટેનર પડતાં અકસ્માત સર્જાયો હતો
બેંગલુરુ, કર્ણાટકની રાજધાની બેંગલુરુના બાહ્ય વિસ્તારમાં ભયાવહ અકસ્માતના સીસીટીવી ફુટેજ વાયરલ થયા છે. નેશનલ હાઈવે-૪૮ પર એક લક્ઝરી વોલ્વો કાર પર ઉપર અચાનક ભારે કન્ટેનર પડતાં કારમાં મુસાફરી કરી રહેલા પરિવારના છ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
૪૯ સેકન્ડના વીડિયો ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક ટ્રક ધડાકાભેર અથડાતાં કાર પલટી ખાઈ ગઈ હતી. ડેપ્યુટી એસપી રેન્કના અધિકારીઓ મામલાની તપાસ કરી રહ્યા છે. Volvo XC90, renowned as one of the safest cars in the world, has recorded zero fatal crashes in UK since its launch in 2002. Still, 6 people killed in bangalore accident.
Horrific, 6 persons, including 2 children belonging to one family were killed when a speeding container truck lost control and toppled on their Volvo car on Begur-Nelamangala Highway (NH-48) on Saturday. The family was on their way to Vijayapura for vacation when the RoadAccident… pic.twitter.com/rsIlpJXxD5
— vab (@vaibhav5174) December 22, 2024
બેંગ્લુરૂમાં શનિવારે આયશર ટ્રક અતિભારે એલ્યુમિનિયમના થાંભલાઓથી ભરેલી રોડ પર જઈ રહી હતી. ત્યારે અચાનક આ ટ્રકની આગળ એક કારે બ્રેક લગાવતાં ટ્રકે ચાલકે કારને બચાવતાં સ્ટિયરિંગ બીજી દિશામાં ફેરવી દેતાં આ અકસ્માત સર્જાયો હતો.
રિપોર્ટ અનુસાર એક બિઝનેસમેનનો પરિવાર લક્ઝરી કારમાં વિજયપુરા જઈ રહ્યો હતો. આ દરમિયાન નેલમંગલા પાસે અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. મીડિયા સાથે વાત કરતા ટ્રક ડ્રાઈવરે કહ્યું કે અચાનક બ્રેક લગાવીને મોટા વાહનને રોકવું ખૂબ મુશ્કેલ છે, તેથી તેણે ટ્રકનું સ્ટિયરિંગ ફેરવી દેતાં અકસ્માત સર્જાયો હતો.
ડ્રાઈવરે સ્ટીયરીંગ ફેરવતાની સાથે જ ટ્રક ડિવાઈડર સાથે અથડાઈ પલ્ટી ખાઈ સામેથી આવતી વોલ્વો કાર પર પડી હતી. જેથી વોલ્વો કારનું કચ્ચરઘાણ નીકળી ગયુ હતું. ટ્રક ટેમ્પો સાથે અથડાઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં ટ્રકની સ્પીડ ઓછી થઈ ગઈ હતી, જેના કારણે ટેમ્પોને વધુ નુકસાન થયું ન હતું. અકસ્માતમાં એક જ પરિવારના છ લોકો મોતને ભેટ્યા હતા. ક્રેઈનની મદદથી વોલ્વોને રોડ વચ્ચેથી ઉંચકીને રસ્તો સાફ કરવામાં આવ્યો હતો.
The 48-year-old CEO of IAST Software Solutions, Chandram Yegapagol along with his wife Gourabai, son Gyan, daughter Deeksha, sister-in-law Vijayalakshmi, and Vijayalakshmi’s daughter Arya were killed in the accident, CEO Yegapagol bought the SUV two months ago.
અત્રે ઉલ્લેખનીય છે કે, IAST સૉફ્ટવેર સોલ્યુશન્સની સ્થાપના મજબૂત અને સમર્પિત એન્જિનિયરિંગ ટીમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ નવીનતમ ઓટોમોટિવ તકનીકો અને ડોમેનને સેવા આપવાનો છે. AUTOSAR અને એમ્બેડેડ સોફ્ટવેરમાં ઊંડી કુશળતા સાથે, IAST ટીમ તેના ગ્રાહકોને જટિલ ઓટોમોટિવ સોફ્ટવેર ઉત્પાદનો ચલાવવા અને જાળવવામાં મદદ કરવા માટે સારી રીતે સ્થિત છે.