ક્રિકેટર વિનોદ કાંબલીની બીમારીનું થયું નિદાન,રિપોર્ટમાં મગજમાં લોહીના ગઠ્ઠા હોવાનો ખુલાસો
મેડિકલ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
અહેવાલો અનુસાર, વિનોદ કાંબલીએ ઈજાની ફરિયાદ કરી હતી, જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
ક્રિકેટર વિનોદ કાંબલીની બીમારીનું થયું નિદાન
મુંબઈ,દેશના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત બગડવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની થાણેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ખેલ પ્રેમીઓમાં એવો પ્રશ્ન છે કે વિનોદ કાંબલીને ખરેખર શું થયું છે? કારણ કે તેઓ પહેલાથી જ કેટલીક બીમારીઓથી પીડિત છે. હવે તેમના મેડિકલ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના બાળપણના મિત્ર વિનોદ કાંબલીની બીમારી ચિંતાજનક છે. ત્રણ અઠવાડિયા પહેલા એક કાર્યક્રમમાં આવેલા વિનોદ કાંબલીની હાલત અંગે ઘણા લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી.
ત્યારબાદ ૨૧ ડિસેમ્બર શનિવારના રોજ તેમને થાણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત વધુ બગડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.અહેવાલો અનુસાર, વિનોદ કાંબલીએ ઈજાની ફરિયાદ કરી હતી. જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હવે તેમની સારવાર ડોક્ટરોની દેખરેખ હેઠળ ચાલી રહી છે. વિવિધ પરીક્ષણો પછી, ડોકટરોએ તેમના રોગનું નિદાન કર્યું છે. તેમના મેડિકલ રિપોર્ટમાંથી ચાહકોને દિલને ઠેસ પહોંચાડનારા સમાચાર સામે આવી રહ્યા છે. રિપોટ્ર્સ અનુસાર કાંબલીના મગજમાં લોહીના ગઠ્ઠા છે.ss1