Western Times News

Gujarati News

હરિયાણાના પંચકુલામાં ફરી એકવાર ગુનાખોરીની ઘટનાએ કોહરામ મચાવ્યો

૧૫ રાઉન્ડ ફાયરિંગના કારણે માતમ છવાયું

હાલ પોલીસ આ કેસને પરસ્પર ગેંગ વોર તરીકે જોઈ રહી છે, મૃત્યુ પામનાર યુવકોના નામ વિનીત અને તીર્થ હોવાનું સામે આવ્યું છે

હરિયાણા,
હરિયાણાના પંચકુલામાં ફરી એકવાર ગુનાખોરીની ઘટનાએ કોહરામ મચાવ્યો. અહીં જન્મદિવસની પાર્ટી દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ થયાની માહિતી સામે આવી છે. આ ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં ૨ યુવક અને ૧ યુવતીનો સમાવેશ થાય છે. હાલ પોલીસ આ કેસને પરસ્પર ગેંગ વોર તરીકે જોઈ રહી છે. મૃત્યુ પામનાર યુવકોના નામ વિનીત અને તીર્થ હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ યુવતીનું નામ વંદના હોવાનું જણાવા મળ્યું છે. જે જીંદના ઉચાના રહેવાસી છે. પોલીસે હાલ આ મામલે કેસ નોંધ્યો છે.

મળતી માહિતી મુજબ, આ ગોળીબાર હોટલના પાર્કિંગ દરમિયાન થયો હતો. રવિવારે બનેલી આ ઘટનાને પગલે ચારે તરફ ભયનો માહોલ છે. પિંજોર સ્ટેશન હાઉસ ઓફિસર ઈન્સ્પેક્ટર સોમબીરે આ મામલામાં જણાવ્યું કે હુમલામાં માર્યા ગયેલા યુવકોની ઓળખ વિકી અને તીર્થ તરીકે થઈ છે, જેઓ દિલ્હીના રહેવાસી હતા. તે બંને કાકા-ભત્રીજા હતા. જ્યારે વંદના જીંદની રહેવાસી હતી. મળતી માહિતી મુજબ અજાણ્યા હુમલાખોરોએ યુવક અને યુવતી બંને પર હુમલો કર્યાે હતો.હાલ, યુવતી અને યુવક બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટના બાદથી હોટલ સ્ટાફ અને મેનેજર ગુમ છે. પોલીસે હાલ આ મામલે તપાસ શરૂ કરી છે.

પંજાબના મોહાલી જિલ્લાના જીરકપુરના રહેવાસી રોહિત ભારદ્વાજે પંચકુલાના પિંજોરની એક હોટલમાં પોતાના જન્મદિવસ પર પાર્ટીનું આયોજન કર્યું હતું. તેણે પાર્ટીમાં તેના કેટલાક મિત્રોને આમંત્રણ આપ્યું હતું. હોટલની અંદર પાર્ટી ચાલી રહી હતી. પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાં વંદના, વિકી અને વિપિન બેઠા હતા. તમામ હુમલાખોરો ઇટિયોસ કારમાં ત્યાં પહોંચ્યા હતા. તેણે ઓછામાં ઓછા ૧૫ થી ૧૬ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેના કારણે ત્રણેયના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.