૧ જાન્યુઆરીથી ઘણા સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
વોટ્સએપનું આ પગલું એપલ યુઝર્સને પણ અસર કરશે
કંપનીનું કહેવું છે કે જૂના એન્ડ્રોઇડ વર્ઝનમાં ઘણીવાર નવી એપ અપડેટ્સને સપોર્ટ કરવા માટે જરૂરી ક્ષમતાઓ હોતી નથી
નવી દિલ્હી,૧ જાન્યુઆરી, ૨૦૨૫થી ઘણાસ્માર્ટફોન માટે લોકપ્રિય મેસેજિંગ એપ Whatsappનું સમર્થન બંધ થવા જઈ રહ્યું છે. વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ કહ્યું છે કે નવા વર્ષથી વોટ્સએપ એવા એન્ડ્રોઈડ ડિવાઈસ પર કામ કરશે નહીં જે કિટકેટ ઓએસ અથવા જૂના વર્ઝન પર ચાલે છે. Whatsapp દર વર્ષે આવા પગલાં ભરે છે જેથી એપની સુરક્ષા અને કાર્યક્ષમતા નવી ટેકનોલોજી સાથે વધુ સારી રીતે કામ કરતી રહે. અત્રે નોંધનીય છે કે એન્ડ્રોઇડ કિટકેટ વર્ષ ૨૦૧૩માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
મતલબ કે ઘણા જૂના સ્માર્ટફોનમાં Whatsapp સપોર્ટ બંધ થવા જઈ રહ્યો છે. સામાન્ય ઉપકરણોમાં તે પહેલાની જેમ કામ કરવાનું ચાલુ રાખશે.કંપનીનું કહેવું છે કે જૂના એન્ડ્રોઇડ વર્ઝનમાં ઘણીવાર નવી એપ અપડેટ્સને સપોર્ટ કરવા માટે જરૂરી ક્ષમતાઓ હોતી નથી. આ સુરક્ષા જોખમો બનાવે છે અને કાર્યક્ષમતાને પણ અસર કરે છે. આ નિર્ણય બાદ વોટ્સએપ સપોર્ટ ઘણી બ્રાન્ડના મોડલ્સને અસર કરશે.
ખાસ કરીને સેમસંગ, એલજી, સોની વગેરેના સ્માર્ટફોન. ન્ય્ સ્માર્ટફોન બિઝનેસમાંથી પણ બહાર છે.વોટ્સએપનું આ પગલું એપલ યુઝર્સને પણ અસર કરશે. કંપનીએ કહ્યું છે કે તે ૫ મે, ૨૦૨૫થી ૧૫.૧ પહેલાના iOs વર્ઝન પર ચાલતા iphonesને સપોર્ટ કરશે નહીં. કંપની તેના યુઝર્સને ૫ મહિનાનો સમય આપી રહી છે જેથી તેઓ અપડેટેડ iOS વર્ઝન પર સ્વિચ કરી શકે. આ તે વપરાશકર્તાઓને અસર કરશે જે iPhone 5s, iPhone 6 અને iPhone 6 Plus નો ઉપયોગ કરી રહ્યાં છે. આઇફોન યુઝર્સ જેમના ડિવાઇસ હજુ પણ જૂના સોફ્ટવેર પર ચાલી રહ્યા છે તેમણે નવા વર્ઝનમાં અપગ્રેડ કરવું પડશે.ss1