નવા વર્ષની નવી પેર… શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘અર્જુન ઉસ્તરા’
વિશાલ ભારદ્વાજના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મનું શૂટિંગ ૬ જાન્યુઆરીથી શરૂ થશે
મુંબઈ,
શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરી પહેલી વખત એકસાથે વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યું છે અને હવે આ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર થઈ ગઈ છે. સપ્ટેમ્બર ૨૦૨૪માં આ ફિલ્મની જાહેરાત થઈ હતી કે, ફરી એક વખત શાહિદ અને વિશાલ ભારદ્વાજ એકસાથે કામ કરશે. આ ફિલ્મ સાજીદ નડિયાદવાલા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. પાછળથી આ ફિલ્મની કાસ્ટમાં તૃપ્તિ ડિમરી પણ જોડાઈ હતી. અહેવાલો અનુસાર આ ફિલ્મનું નામ હાલ ‘અર્જુન ઉસ્તરા’ આપવવામાં આવ્યું છે.
આ ફિલ્મનું શૂટિંગ ૬ જાન્યુઆરી, ૨૦૨૫થી શરૂ થશે. ફિલ્મના મેકર્સ દ્વારા આ અંગે ઓફિશીયલ જાહેરાત કરીને આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે, આ ફિલ્મ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના દિવસે રિલીઝ થશે.નડિયાદવાલા એન્ડ ગ્રાન્ડસન એન્ટરટેઇન્મેન્ટ દ્વારા આ અંગે ઓફિશીયલ જાહેરાત કરવામાં આવી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર આ અંગે પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું,“સાજીદ નડિયાદવાલા રજૂ કરે છે વિશાલ ભારદ્વાજની ફિલ્મ! એક જોરદાર ફિલ્મી સફર ૬ જાન્યુઆરી, ૨૦૨૫એ શરૂ થશે. ફિલ્મ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ એ રિલીઝ થશે.” આ ફિલ્મમાં શાહિદ કપૂર અને નાના પાટેકર સિવાય રણદીપ હુડા અને નાના પાટેકર જેવા કલાકારો પણ છે.
આ પોસ્ટમાં ટૅગ કરેલાં કલાકારો પરથી આ બબાતનો અંદાજ આવે છે. ત્યારે ફિલ્મ રસિકોએ આ ફિલ્મને પાવરપૅક સ્ટારકાસ્ટ ધરાવતી ફિલ્મ ગણાવી કો કોઈએ શાહિદને લાંબા સમય પછી એક ગંભીર રોલમાં જોવા અંગે ઉસ્તુકતા અને આશા વ્યક્ત કરી હતી. હાલ આ ફિલ્મનું નામ હાલ ‘અર્જુન ઉસ્તરા’ કે પછી ‘એવિલ’ રાખવાનું વિચારણા હેઠળ છે. તાજેતરમાં શાહિદ કપૂરે પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યું હતું કે તેણે તેણે પોતાની આગામી ફિલ્મ માટે તૈયારી શરૂ કરી દિધી છે. તેણે લખ્યું,“તૈયારીનો ટાઇમ, નયા સાલ નયા માલ…નેક્સ્ટ કેરેક્ટર, નેક્સ્ટ ફિલ્મ..હું એવું શું કરી શકું, જે મેં પહેલાં નથી કર્યું..જંગલમાં ખોવાઈ જઉં…”શાહિદે તાજેતરમાં જ તેની ફિલ્મ ‘દેવા’નું કામ પૂરું કર્યું છે. તેણે લખ્યું,“જો તમે ખોવાઈ જવા માટે તૈયાર ન હોય તો તમે કશું નવું કરી શકો નહીં…દેવા ડાર્ક હતી અને તેમ છતાં ઉમદા અને સંવેદનશીલ હતી. હવે આ નવો માણસ કેવો હશે..હજુ તો કોઈ અંદાજ નથી..૯૦ના દાયકાના એજી, નાસ્ટી, ગેંગ્સ્ટરમાં પ્રેવીશી રહ્યો છું…”આ ફિલ્મ ૯૦ના દાયકાના મુંબઈના અંડરવર્લ્ડ પર આધારીત હોવાનું અનુમાન છે. જેમાં શાહિદ એક ગેંગ્સ્ટરના રોલમાં જોવા મળશે.ss1