Western Times News

Gujarati News

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા 40મી ઓલ ઈન્ડિયા RPF બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2024 નું સફળ આયોજન

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન (આરપીએફ) એ શ્રી અજોય સદાની  આઈજી/આરપીએફ,પશ્ચિમ રેલવેના માર્ગદર્શન હેઠળ 20 થી 23 ડિસેમ્બર, 2024 સુધી 40મી ઓલ ઈન્ડિયા આરપીએફ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2024નું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.

આ આયોજન નું ઉદ્ઘાટન 20 ડિસેમ્બર 2024ના રોજ અમદાવાદના ડીઆરએમ શ્રી સુધીર કુમાર શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશીપમાં તમામ ઝોનલ રેલ્વે અને આરપીએસએફનું પ્રતિનિધિત્વ કરતી 16 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતોજેમાં ગેઝેટેડ અને નોન-ગેઝેટેડ ઓફિસરો માટે પુરૂષ અને મહિલા કેટેગરીમાં સ્પર્ધા થઈ હતી.

સમાપન સમારોહમાં પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્ર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાનઅમદાવાદના ખોખરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કુલ 315 મેચો રમાઈ હતી અને ફાઈનલ મેચ ઓએનજીસી બેડમિન્ટન કોર્ટસાબરમતી ખાતે યોજાઈ હતી.

ચેમ્પિયનશિપના પરિણામો મુજબદક્ષિણ પૂર્વ મધ્ય રેલવેએ પુરુષોની ટીમ સ્પર્ધામાં અને ઉત્તર સીમાંત રેલવેએ મહિલા ટીમ સ્પર્ધામાં વિજયી પ્રદર્શન કર્યું હતું. ઈસ્ટ કોસ્ટ રેલ્વે એ મેન્સ સિંગલ્સમાં અને ઈસ્ટર્ન રેલ્વે મહિલા સિંગલ્સમાં જીતી હતી. આ ઉપરાંતસાઉથ સેન્ટ્રલ રેલ્વેએ મેન્સ ડબલ્સમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને નોર્થ ફ્રન્ટિયર રેલ્વેએ મહિલા ડબલ્સમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

 વિજેતા અને રનર્સઅપ ટીમો અને ખેલાડીઓને તેમની કેટેગરીમાં મેડલ અને ટ્રોફીનું જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્ર અને પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠનના પ્રમુખ શ્રીમતી ક્ષમા મિશ્ર દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.

 સમાપન સમારોહમાં રેલવેના વિવિધ વિભાગો અને સ્થાનિક વહીવટીતંત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સમાપન આરપીએફ અને ગુજરાત રાજ્ય યુવા અને સાંસ્કૃતિક વિભાગની સાંસ્કૃતિક ટીમો દ્વારા પ્રસ્તુત જીવંત સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે  થયું હતું.

આ ચેમ્પિયનશિપ ખેલદિલીટીમ ભાવના અને આંતર-વિભાગીય સહકારને પ્રોત્સાહન આપવા ની સાથે -સાથે આરપીએફ ની પ્રતિબદ્ધતાને દર્શાવે છે જે આપણા  કર્મચારીઓના સર્વાંગી વિકાસ માટે કામ કરી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.