હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાથી જનજીવન ખોરવાયું: ૩ નેશનલ હાઈવે બંધ
અટલ ટનલ પાસે ૪૦૦૦ મુસાફરો ફસાયા-૩૦૦ બસો સહિત ૧૦૦૦ વાહનો રસ્તા પર ફસાયા છે.
શિમલા, હિમાચલ પ્રદેશમાં ભયંકર હિમવર્ષા પડવાના કારણે ત્રણ નેશનલ હાઈવે બરફની ચાદર ફેલાઈ ગઈ છે, ૧૭૪ રોડ બંધ કરાયા છે, ૩૦૦ બસો સહિત ૧૦૦૦ વાહનો રસ્તા પર ફસાયા છે. અહીં સિઝનનો બીજો ભયાનક હિમપ્રપાત પડ્યો છે, જેના કારણે હિમાચલ વાસીઓની સાથે ત્યાં ગયેલા અનેક પ્રવાસીઓ ફસાઈ ગયા છે.
અટલ ટનલ પાસે ૪૦૦૦ મુસાફરો ફસાઈ ગયા છે. હવામાન વિભાગે બિલાસપુર, ઉના, હમીરપુર અને મંડીમાં ભીષણ ઠંડી પડવાની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં હિમાચલ પ્રદેશ જવાનું વિચારતા લોકો મુશ્કેલીમાં ફસાઈ શકે છે.
સોમવારે હિમાચલ પ્રદેશના ૫ જિલ્લામાં સિઝનની બીજી હિમવર્ષા નોંધાઈ હતી. રોહતાંગમાં સૌથી વધુ ૩૦ સેમી હિમવર્ષા થઈ છે. મનાલી, કુફરી, કીલોંગ, ડેલહાઉસી અને રાજધાની શિમલામાં ૧૦થી ૧૫ સેમી હિમવર્ષા નોંધાઈ છે. ઉપર આવેલો શિમલાનો વિસ્તાર અને કિન્નૌર રાજધાની શિમલાથી સંપર્ક વિહોણા થઈ ગયા છે. મનાલી રોહતાંગ નેશનલ હાઈવે પર ત્રણ રોડ બંધ થઈ ગયા છે.
નારકંડા નેશનલ હાઈવે, થિયોગ-રોહરુ એનએચ અને થિયોગ-ચૌપાલ હાઈવે સહિત ૧૭૪થી વધુ રસ્તાઓ વાહનો માટે બંધ કરાયા છે. હિમવર્ષા બાદ મનાલી સહિત વિવિધ સ્થળોએ આ રસ્તાઓ પર ૩૦૦થી વધુ બસો અને ૧૦૦૦ નાના વાહનો તેમજ અન્ય સ્થળોએ ૧૦૦૦થી વધુ વાહનો ફસાયેલા છે. ૬૮૦ વીજળી ટ્રાન્સફર ઠપ થઈ ગઈ છે, જેના કારણે હજારો ઘરોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે.
હિમાચલ પ્રદેશના મનાલીમાં ભારે હિમવર્ષાના કારણે મોટી સંખ્યામાં કાર ફસાઈ ગઈ હતી. જેમાં પ્રવાસીઓ સોલંગ, અટલ ટનલ, રોહતાંગની વચ્ચે કલાકો સુધી અનેક વાહનો ફસાઈ ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ આશરે એકાદ હજાર કાર લાંબા ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી. જ્યાર બાદ પોલીસે એક ઓપરેશન શરૂ કર્યું અને જામની સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં મનાલીના જામના વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે હિમવર્ષામાં મોટી સંખ્યામાં ગાડીઓ ફસાઈ હતી. પોલીસ તેને કાઢવાનો પ્રયાસ કરી રહી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, બરફથી ઢંકાયેલા પહાડોમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરવા આવતા પ્રવાસીઓના ઘસારાના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી.
હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે ગત ૨૪ કલાકમાં ૧૭૪ સ્ટેટ અને ૩ નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યા છે. વિજળી અને પાણીના પણ અમુક જિલ્લાના ડિવીઝનલ એરિયા કનેક્શન કાપવામાં આવ્યા છે. જ્યારે ૬ જિલ્લામાં ૬૮૩ સ્થળે વિજળી પ્રતિબંધિત છે. બદલાયેલા હવામાન અને હિમવર્ષાના કારણે જન સેવાઓ પ્રતિબંધિત છે. આપત્તિ માહિતી વિભાગે જિલ્લા અનુસાર રિપોર્ટ જાહેર કર્યો છે. સહેલાણીઓ માટે પણ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
નોંધનીય છે કે, આ પહેલાં શિમલા બરફની ચાદરથી ઢંકાયેલું હતું, જેનાથી શહેરમાં નવી આશા અને ખુશીઓનું આગમન થયું હતું. ૮ ડિસેમ્બરે પહેલાં અહીં હિમવર્ષા થઈ હતી, બાદમાં બે અઠવાડિયા પછી ફરી હિમવર્ષા શરૂ થઈ, જેનો મુસાફરોએ આનંદ માણ્યો હતો. હિમવર્ષા સાથે જ સ્થાનિક પર્યટન ઉદ્યોગના ઉત્સાહને પણ ફરી જીવંત થયો છે, જે ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ મહામારીથી થયેલાં નુકસાનથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
હિમાચલ પ્રદેશ જેવી સ્થિતિ ઉત્તરાખંડમાં પણ થવા લાગી છે. રાજ્યના ઘણા ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. જોકે હિમાચલની તુલનામાં હજુ અહીં હિમવર્ષા ઓછી છે. તેમ છતાં ઔલી, ઉત્તરકાશી, ચકરાતા, બદ્રીનાથ, કેદારનાથ જેવા ઊંચાઈવાળા વિસ્તાર સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. કેદારનાથ ધામમાં આ સિઝનની બીજી હિમવર્ષા છે. હિમવર્ષાના કારણે ત્યાં ચાલી રહેલું પુનઃનિર્માણ કાર્ય પણ પ્રભાવિત થયુ છે.
કેદારનાથ ધામમાં કાલથી સતત હિમવર્ષા ચાલુ છે. ધામમાં અત્યાર સુધી એક ફૂટથી વધુ બરફ પડી ચૂક્યો છે. હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે કે ક્રિસમસ અને ન્યૂ યર પર વધુ ઠંડી રહી શકે છે.
ઉત્તરાખંડના ફેમસ પર્યટન સ્થળ અને સ્કી રિઝોર્ટ ઔલી પણ એક વખત ફરીથી જોરદાર બરફના ખોળામાં આવી ચૂક્યા છે. ઔલીની ખીણોમાં તસવીરોમાં જોઈ શકાય છે કે કઈ રીતે વૃક્ષ, છોડ, મકાન, રસ્તા બધું જ અહીં બરફના ખોળામાં જોવા મળી રહ્યાં છે. તે બાદ ઔલીનો નજારો ખૂબ જ સુંદર જોવા મળી રહ્યો છે. જેની રાહ પર્યટકોને અને સ્થાનિક હોટલ વેપારીઓને લાંબા સમયથી હતી. તે હવે અહીં જોવા મળી રહ્યો છે.
અડધો ફૂટ બરફની મોટી ચાદરની નીચે ઔલીની ખીણ ચારેબાજુ સફેદ જોવા મળી રહી છે. કાલે ક્રિસમસ છે અને આ સમયે વીકેન્ડના કારણે મોટી સંખ્યામાં પર્યટક ઉત્તરાખંડના ઔલી આવી રહ્યાં છે. દરમિયાન તેમના માટે આ હિમવર્ષા કોઈ ભેટથી ઓછી નથી કેમ કે હવે ઔલીની ખીણ બરફથી ઢંકાઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં પણ હવામાન ખૂબ બદલાઈ ગયુ છે.
ત્યાં પણ ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે. કાલે પીર પંજાલ અને સોનમર્ગમાં હિમવર્ષા થઈ. ઘણા અન્ય વિસ્તારોમાં પણ હવામાન વિભાગનું એલર્ટ છે. અત્યારે કાશ્મીરનું તાપમાન સતત ઘટ્યું છે. હવે શ્રીનગરમાં રવિવારની રાત્રે માઈનસ ૩.૬ ડિગ્રી તાપમાન નોંધાયુ. ફેમસ ડલ સરોવર ઘટતાં પારાના કારણે જામવા લાગ્યું છે. પહેલગામમાં માઈનસ ૫ ડિગ્રી તાપમાન રહ્યું. હવામાન વિભાગ અનુસાર બુધવાર સુધી તાપમાન ઝટકો આપવાનું છે.