Western Times News

Gujarati News

કાશ્મીરમાં આર્મી-વાન ખીણમાં પડી: 5 જવાન શહિદ

(એજન્સી) પૂંછ, જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં મંગળવારે સાંજે આર્મી-વાન ૩૫૦ ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. વાનમાં ૧૮ સૈનિક હતા, જેમાંથી ૫નાં મોત થયાં છે. એ જ સમયે ૧૦ ઘાયલ થયા છે. ૪ની હાલત ગંભીર છે. લાપતા ૩ જવાનની શોધ ચાલુ છે.

સાંજે તમામ સૈનિકો લાઈન ઓફ કંટ્રોલ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન બાલનોઈ વિસ્તારમાં ઘોડા પોસ્ટ પાસે ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં વાન ખીણમાં પડી ગઈ હતી. તમામ સૈનિકો ૧૧ મરાઠા રેજિમેન્ટના હોવાનું કહેવાય છે.

દુર્ઘટનાની માહિતી મળતાંની સાથે જ સેનાની ક્વિક રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવકાર્ય શરૂ કર્યું હતું. ઘાયલ જવાનોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અગાઉ નવેમ્બરમાં બે અલગ-અલગ ઘટનામાં ૫ જવાનનાં મોત થયાં હતાં. ૪ નવેમ્બરે રાજૌરીમાં એક માર્ગ અકસ્માતમાં બે નાઈક સૈનિકે જીવ ગુમાવ્યા હતા.

એ જ સમયે ૨ નવેમ્બરના રોજ રિયાસી જિલ્લામાં કાર ખાડામાં પડતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. ૧૯ ઓગસ્ટે લદ્દાખમાં સેનાનું એક વાહન ૬૦ ફૂટ ખાઈમાં પડી ગયું હતું, જેમાં ૯ જવાન શહીદ થયા હતા. સેનાના કાફલામાં પાંચ વાહન સામેલ હતાં, જેમાં ૩૪ જવાન સવાર હતા. આ અકસ્માતમાં એક જવાન પણ ઘાયલ થયો હતો. લેહના એસએસપી પીડી નિત્યાએ જણાવ્યું હતું કે વાહનના ડ્રાઈવરે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના કારણે ટ્રક ખાડામાં પડી હતી.

રાજૌરીમાં આર્મી એમ્બ્યુલન્સ ખાઈમાં પડી, બે સૈનિકનાં મોત આ અકસ્માતમાં જીવ ગુમાવનારા સૈનિકોમાંથી એક બિહારનો હતો અને બીજો રાજૌરીનો હતો. ૨૯ એપ્રિલ, ૨૦૨૩ના રોજ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેનાની એમ્બ્યુલન્સ રસ્તા પરથી લપસી ગઈ અને ૨૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી. આ અકસ્માતમાં બે જવાનનાં મોત થયાં હતાં.

એ જ સમયે બે જવાન પણ ઘાયલ થયા હતા. આ ઘટના લાઈન ઓફ કંટ્રોલ પાસે કેરી સેક્ટરમાં બની હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા જવાનોની ઓળખ બિહારના હવાલદાર સુધીર કુમાર અને રાજૌરીના પરમવીર શર્મા તરીકે થઈ હતી. સિક્કિમમાં સેનાની ટ્રક ખાડામાં પડી, ૧૬ સૈનિકનાં મોત અકસ્માતમાં ટ્રકના ટુકડા થઈ ગયા હતા. એના તમામ ભાગો અલગ કરાયા હતા.

૨૩ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ સિક્કિમના જેમામાં આર્મીની ટ્રક ખાડામાં પડી હતી, જેમાં ૧૬ જવાન શહીદ થયા હતા. સેનાએ જણાવ્યું હતું કે વાહન વળાંક પર લપસીને સીધું ખાડામાં પડી ગયું. આ વાહન સાથે વધુ બે આર્મી-વાન પણ હતી. ત્રણેય વાહનો સવારે ચાતણથી થંગુ જવા નીકળ્યાં હતાં. સેનાની રેસ્ક્યુ ટીમે ૪ ઘાયલ સૈનિકને એરલિફ્‌ટ કરીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.