એફિલ ટાવર પર આગ લાગીઃ 1200 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા
આગ પર કાબૂ મેળવવા અને સાર્વજનિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઈમરજન્સી સેવાઓ તાત્કાલિક તૈનાત કરવામા આવી
પેરિસ, ક્રિસમસ ડેની પૂર્વ સંધ્યાએ એક મોટા સમાચાર આવી રહ્યા છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં આવેલા એફિલ ટાવર પર આગ લાગવાની સૂચના મળી છે. કહેવાય છે કે, ક્રિસમસ ડેની પૂર્વ સંધ્યા પર ત્યાં લોકોની ખૂબ ભીડ એકઠી થઈ હતી. હાલમાં ૧૨૦૦ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
ક્રિસમસની પૂર્વ સંધ્યા પર પેરિસમાં એફિસ ટાવરના પહેલા અને બીજા માળની વચ્ચે આગ લાગ્યા બાદ તેને ખાલી કરાવી દીધો છે. ફાયરના જવાનો દ્વારા સ્થિતિ પર પ્રતિક્રિયા આપતા તાત્કાલિક ૧૨૦૦ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આગ પર કાબૂ મેળવવા અને સાર્વજનિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઈમરજન્સી સેવાઓ તાત્કાલિક તૈનાત કરી દીધી છે.
આપને જણાવી દઈએ કે, એફિલ ટાવર પેરિસના સૌથી પ્રતિષ્ઠિત સ્થળમાંથી એક છે અને પર્યટકો માટે દુનિયાના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળમાંથી એક છે. રિપોર્ટ અનુસાર, દરરોજ લગભગ ૧૫૦૦૦થી ૨૫૦૦૦ લોકો એફિલ ટાવરની મુલાકાત લેવા આવે છે. ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે આ વાસ્તુશિલ્પ ચમત્કાર જોવા માટે પેરિસ આવનારા લાખો લોકોને વિશ્વાસ અપાવવા માટે અધિકારીઓ વિસ્તૃત તપાસ કરી રહ્યા છે.