તાજ હોટલમાં પ્રિ-લોન્ચ બુકિંગ ઈવેન્ટ કરી છેતરપિંડી કરનારો બ્રિક્સ એન્ડ વૂડનો માલિક થયો બેનકાબ
એક કા ડબલના કૌભાંડીઓનો પર્દાફાશ, બ્રિક્સ એન્ડ વૂડનો માલિક થયો બેનકાબ-વિદેશમાં રોકાણ કરી એક કા ડબલ કરી વધુ કમાણી કરવાની સ્કીમના નામે છેતરપિંડી કરવામાં આવી
અમદાવાદ, રાજ્યમાં વધુ એક ‘એક કા ડબલ’ના કૌભાંડીઓનો પર્દાફાશ થયો. બ્રિક્સ એન્ડ વૂડ નો માલિક બેનકાબ થયો. બોલિવૂડ ફિલ્મી સિતારાઓને સાથે રાખી ઠગાઈની સ્કીમ કરવાનો કારસો રચનાર ઠગનો બાપ બેનકાબ થયો.
વિદેશમાં રોકાણ કરી એક કા ડબલ કરી વધુ કમાણી કરવાની સ્કીમના નામે છેતરપિંડી કરવામાં આવી. કૌભાંડીએ બ્રિક્સ એન્સ વુડ નામની રિયલ એસ્ટેટ કંપનીના નામે ઠગાઈનો કારસો ઘડયો હતો. જો કે ઠગાઈ થાય તે પહેલા જ સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ થતા ભાંડો ફૂટ્યો.
દુબઇમાં રોકાણ કરવાની સુવર્ણ તકની વાત કરતી ઠગ કંપની રાતોરાત ગાયબ થઈ ગઈ. અમદાવાદની સ્કાયલાઈન તાજ હોટલમાં પ્રિ-લોન્ચ બુકિંગ ઈવેન્ટ રાખવામાં આવી હતી. બ્રિક્સ એન્સ વુડ નામની કંપની લોકોને વિદેશમાં રોકાણ કરવા આર્કષવા આ ઈવેન્ટનું આયોજન કર્યું હતું. કંપનીએ આ કૌભાંડમાં બોલીવુડના ખ્યાતનામ સિતારાને મહોરું બનાવ્યું.
જેથી લોકો આ કંપની પર જલદી વિશ્વાસ કરી શકે અને વધુ રોકાણ કરે. જો કે ઠગની ચાલાકી સામે પોલીસની સતર્કતા વધુ કારગત નીવડી. પોલીસને આ ઈવેન્ટ અને ઇવેન્ટમાં થતા વિદેશી ફ્રોડ રોકાણને લઈને બાતમી મળી હતી. અને આ મામલે તપાસ કરતાં ઈવેન્ટ પહેલા જ ભાંડો ફૂટ્યો અને ત્યારબાદ કંપની રાતોરાત ગાયબ થઈ ગઈ. શહેરની પોશ હોટલ તાજમાં બ્રિક્સ એન્ડ વૂડ દ્વારા સાહસિકો માટે ઈવેન્ટનું આયોજન કરાયું હતું.
જો કે બ્રિક્સ એન્ડ વૂડનો મુખ્ય માલિક સૌથી મોટો ઠગબાજ હોવાનું ખુલ્યું. ભારત દેશના ચોપડે ભાગેડુ આરોપી અંકિત પટેલં કૌભાંડનો મુખ્ય કિંગપિંગ ગણાય છે. અંકિત પટેલ વિઝા અને નકલી માર્કશીટ કૌભાંડમાં વોન્ટેડ જાહેર કરાયો છે. ભારતમાંથી દુબઈ ભાગી રિયલ એસ્ટેટની આડમાં ઠગાઈનું કારસ્તાન આચર્યું. ભોળી જનતા અને વેપારીઓને ઠગવા પૂરી તૈયારી કરી હતી પરંતુ પોલીસની સતર્કતાથી વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો.