લોરેન્સ બિશ્નોઈની ગેંગે હરિયાણાના ડ્રગ્સ માફિયાની USAમાં હત્યા કેમ કરાવી?
ડ્રગ માફિયા સુનીલ યાદવની હત્યા, કહ્યું- દુશ્મન બચી નહીં શકે-ગેંગનું એમ પણ કહેવું છે કે સુનીલ યાદવ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં યુવાનોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો
નવીદિલ્હી, ડ્રગ સ્મગલર સુનીલ યાદવની હત્યા બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગ ફરી એકવાર ચર્ચામાં છે. લોરેન્સના સહયોગી ગોલ્ડી બરાર અને રોહિત ગોદારાએ સુનીલ યાદવની હત્યાની જવાબદારી લીધી છે.
પોલીસે જણાવ્યું કે, ૨૨ ડિસેમ્બરના રોજ કેલિફોર્નિયાના સ્ટોકટનમાં સુનીલ યાદવ પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટરોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. ગેંગનું કહેવું છે કે, અમે અમારા એક સહયોગી અંકિત ભાદુનો બદલો લીધો છે. ગેંગનું એમ પણ કહેવું છે કે સુનીલ યાદવ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં યુવાનોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. Why did Lawrence Bishnoi’s gang get a Haryana drug mafia killed in the USA?
વર્ષ ૨૦૧૯માં અંકિત ભાદુનું જીકરપુરમાં પંજાબ પોલીસની ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કંટ્રોલ યુનિટ (ર્ંઝ્રઝ્રેં) એ એન્કાઉન્ટર કર્યું હતું. અંકિત એક શૂટર હતો અને તેના પર હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી સહિતના ઘણા કેસ ચાલી રહ્યા હતા. બિશ્નોઈ ગેંગનું કહેવું છે કે, તેમના એન્કાઉન્ટરમાં સુનીલ યાદવ પણ સામેલ હતો, જેનો અમે બદલો લીધો છે. તો ચાલો જાણીએ કે કોણ હતો સુનીલ યાદવ, કોણ હતો અંકિત ભાદુ અને બિશ્નોઈ ગેંગની સુનીલ સાથે શું દુશ્મની હતી.
રોહિત ગોદારાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક પોસ્ટ કરીને સુનીલ યાદવની હત્યાની જવાબદારી લીધી છે. તેણે કહ્યું ,કે અમે સુનીલ યાદવ ઉર્ફે ગોલિયા વિરમ ખેડા અબોહરના સ્ટોકટનમાં મકાન નંબર ૬૭૦૬માં હત્યાની જવાબદારી લઈએ છીએ. કારણ કે તેણે અમારા ભાઈ અંકિત ભાદુનું એન્કાઉન્ટર કરાવ્યું હતું. રોહિત ગોદારાએ એવી ધમકી પણ આપી છે કે, તેના એન્કાઉન્ટરમાં જે પણ સામેલ હતા તેનો બદલો લેવામાં આવશે.
તેણે આરોપ લગાવ્યો કે, સુનીલ યાદવના કારણે હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના યુવાનોને નશાની લત લાગી ગઈ છે. તે પોલીસ સાથે મળીને ડ્રગ્સ વેચતો હતો અને ગુજરાતમાં તેના નામે ૩૦૦ કિલો ડ્રગ્સનું પ્રિÂસ્ક્રપ્શન પણ છે. જ્યારે અંકિતના એન્કાઉન્ટરમાં સુનીલની સંડોવણી બહાર આવી ત્યારે તે પોલીસની મદદથી અમેરિકા ભાગી ગયો અને ત્યાં જઈને ગેંગના સભ્યો વિશે માહિતી આપવાનું શરૂ કર્યું.
રોહિતે કહ્યું કે સુનીલ યાદવ પંજાબ પોલીસના પ્રભાવમાં રહેતો હતો અને કહેતો હતો કે કોઈ અમારું શું બગાડી લેશે અમે ઈન્ટેલિજન્સ પોલીસમાં ભરતી છીએ. તે અમારા ગ્રુપનો હિસ્સો હોવાનો દાવો કરીને પોલીસને અમારા ભાઈઓ વિશે માહિતી આપતો હતો. પોસ્ટના અંતમાં રોહિત ગોદારાએ તેના દુશ્મનોને ધમકી આપી છે કે તેઓ દુનિયાના કોઈપણ ખૂણે જવા માટે તૈયાર રહે અમે દરેક વ્યક્તિ સુધી પહોંચી જઈશું.
સુનીલ યાદવ ડ્રગ્સ સ્મગલર હતો અને રાજસ્થાનમાં અનેક કેસમાં વોન્ટેડ હતો. તેના પર પાકિસ્તાન મારફતે ભારતમાં ડ્રગ્સની તસ્કરી કરવાનો આરોપ હતો. થોડા સમય પહેલા રાજસ્થાન પોલીસે તેની સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરી હતી. તે પંજાબના ફઝિલ્કા જિલ્લાનો હતો. અમેરિકા જતા પહેલા તે દુબઈથી ડ્રગ્સ સ્મગલિંગનું કામ કરતો હતો અને બે વર્ષ પહેલા રાહુલના નામે બનાવટી પાસપોર્ટ બનાવી અમેરિકા શિફ્ટ થઈ ગયો હતો.
તે દુબઈ મારફતે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યો હતો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સની દાણચોરી કરતો હતો. દુબઈની એજન્સીઓની મદદથી રાજસ્થાન પોલીસે સુનીલના એક સહયોગીની પણ ધરપકડ કરી હતી. ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે, સુનીલ યાદવ પહેલા લોરેન્સ બિશ્નોઈ સાથે સંકળાયેલો હતો પરંતુ અંકિતના એન્કાઉન્ટર પછી તે ગેંગથી અલગ થઈ ગયો હતો. આ પછી તેની લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે દુશ્મની થઈ ગઈ હતી.
અંકિત ભાદુ એક શૂટર હતો, તેના પર હત્યા, હત્યાનો પ્રયાસ અને ખંડણીના અનેક કેસ નોંધાયેલા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૯માં તેનું જીકરપુરમાં એન્કાઉન્ટર થયું હતું. જ્યારે પોલીસ તેને શોધી રહી હતી ત્યારે તે મિત્રના ઘરમાં જઈને છુપાઈ ગયો હતો. તેણે બીજા માળેથી કૂદીને એક છોકરીને બંધક બનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગોળીબારમાં માર્યો ગયો હતો. રોહિત ગોદારાનું કહેવું છે કે અંકિત વિશે સુનીલ યાદવે જ અંકિત વિશે પોલીસને ટિપ આપી હતી