ટેલિકોમ કંપનીઓ માટે નવું ફરમાન જાહેર કર્યું
નવી દિલ્હી, દેશના કરોડો યુઝર્સ માટે રાહતના સમાચાર છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈનું કહેવું છે કે ટેલિકોમ કંપનીઓએ વોઇસ અને એસએમએસ પેક અલગથી આપવા પડશે. તેના લીધે ગ્રાહકોને તેમના માટે જરુરી હોય તેટલી જ સર્વિસના પેમેન્ટનો વિકલ્પ મળશે. તેની સાથે સ્પેશ્યલ ટેરિફ વાઉચર (એસટીવી)ની સમયમર્યાદા ૯૦ દિવસથી વધારીને ૩૬૫ દિવસ કરવામાં આવી છે.
ટ્રાઈના નિયમો મુજબ દસ રુપિયાનું ટોપ અપ વાઉચર રાખવું જરૂરી છે. હાલમાં ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને કોમ્બો ઓફર આપે છે.તેના લીધે ટુ-જી સીમકાર્ડનો ઉપયોગ કરનારાઓને સૌથી વધુ ફાયદો થશે. આજે પણ ગ્રામીણ તથા દૂરના ક્ષેત્રોમાં લોકો ટુ-જી સીમકાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે.
મોબાઇલ ઓપરેટર હાલમાં જે વોઇસ અને એસએમએસ પ્લાન રજૂ કરી રહ્યા છે તેમા મોટાભાગના પ્લાનમાં ઇન્ટરનેટ અને ડેટાની કિંમત બંડલ કરવામાં આવી છે એટલે કે તે સંયુક્ત રીતે લેવામાં આવે છે. તેના લીધે સામાન્ય યુઝર્સને વધારે રુપિયા આપવા પડી રહ્યા છે.
ફીચર્સ ફોનનો ઉપયોગ કરનારા વૃદ્ધ અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા કેટલાય ગ્રાહકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં નથી. આમ છતાં તેને ડેટા પેક લેવા માટેની ફરજ પાડવામાં આવી રહી છે.
ટ્રાઈએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો.જો કે મોબાઇલ કંપનીઓ તેની સાથે સંમત નથી અને તેમનું કહેવું હતું કે તેનાથી કેન્દ્ર સરકારની ડિજિટલ ઇન્ડિયાની ગતિ ધીમી પડી શકે છે.
ટ્રાઈએ જણાવ્યું હતું કે તેના માનવા મુજબ ડેટા-ઓનલી એસટીવી અને બંડલ ઓફર ઉપરાંત વોઇસ અને એસએમએસ માટે એક અલગ એસટીવી (સ્પેશયલ ટેરિફ વાઉચર) ફરજિયાત કરવું જોઈએ. અહીં એમ પણ જોવા મળ્યું છે કે વોઇસ અને એસએમએસ ઓનલી એસટીવી ફરજિયાત કરવાના લીધે તે ગ્રાહકોને વિકલ્પ મળશે, જેને ડેટાની જરૂર નથી.
તેમનું કહેવું છે તેનાથી સરકારની ડેટા ઇન્કલુઝનની પહેલ પર અસર નહીં પડે, કેમકે સર્વિસ પ્રોવાઇડરોને બંડલ ઓફર અને ડેટા ઓનલી વાઉચર આપવાની સ્વતંત્રતા છે. ટ્રાઈનું કહેવું છે કે આ નિર્ણય સપ્ટેમ્બર-નવેમ્બર ૨૦૨૨ના સમયગાળામાં ગ્રાહક સર્વેક્ષણ પછી લેવામાં આવ્યો છે. તેમણે ટેલિકોમ ઓપરેટરો, ગ્રાહક સમૂહો અને અન્ય હિતધારકો સાથે ચર્ચા કરતા આ અંગેના ભલામણપત્ર જારી કર્યાે.
હજી પણ દેશના ૧૫ કરોડ ગ્રાહકો ફીચર્સ ફોનનો ઉપયોગ કરે છે. તેના યુઝર્સને મુખ્યત્વે વોઇસ અને એસએમએસ સેવાની જ જરૂર હોય છે. જુદા-જુદા વોઈસ અને એસએમએસ વાઉચર ઘરડા ગ્રાહકોન અને તેમા પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રહેનારાઓને વધારે મદદરુપ નીવડશે. ગ્રાહકોને પ્લાન પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ.SS1MS