અભિનેત્રી તાપસી પન્નુએ ‘ગાંધારી’ માટે શૂટ શરૂ કર્યું
મુંબઈ, તાપસી પન્નુની આ વર્ષે બે ફિલ્મો આવી, ‘ફિર આયી હસીન દિલરૂબા’ અને બીજી ‘ખેલ ખેલ મેં’. આ બંને ફિલ્મોમાં તાપસી અલગ અલગ રોલમાં જોવા મળી. પરંતુ આજે પણ લોકો તેના ‘નામ શબાના’ અને ‘બૅબી’ની એક્શન રોલને યાદ કરે છે. ત્યારે હવે તાપસી ફરી એક વખત એક્શન મોડમાં જોવા મળશે. તાપસીએ તેની આગામી ફિલ્મ ‘ગાંધારી’ માટે કામ શરૂ કરી દીધું છે.
આ એક્શન થ્રિલર ફિલ્મ દેવાશિષ મખીજા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને કનિકા ધિલ્લોં દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. તાપસીએ પોતાના સોશિયલ મીડિયા પર સેટ પરથી પોતાની તસવીરો શેર કરી હતી.
તેની સાથે એક લાંબી કૅપ્શન લખી હતી. તેણે લખ્યું,“પ્યારા ઇશ્વર, મારી એક વિનંતિ સ્વીકારો જેથી હું ક્યારેય સારા કામ કરવાથી ડગું નહીં. એ, કે હું જ્યારે યુદ્ધમાં ઊતરું ત્યારે મને દુશ્મનથી ડર ન લાગે અને દૃઢનિશ્ચયથી મારી જીત થાય.”તાપસીએ આગળ લખ્યું,“એ, કે હું મારા મનને માત્ર તમારા વખાણ ગાતા શીખવું.
અને જ્યારે સમય આવે, હું વીરતાથી લડતાં લડતાં યુદ્ધભૂમિ પર જ મૃત્યુ પામું. ભલે યુદ્ધ થઈ જાય! ગાંધારી.” તાપસીએ શેર કરેલી તસવીરમાં તેનો ચહેરો છૂપાયેલો છે અને તે કૅમેરા સામે પાછળ ફરીને પોઝ આપે છે.
તેણે કોઈ ગામડાંની છોકરી જેવાં કપડાં પહેર્યાં છે, તેની સાથે કનિકા અને દેવાશિષ ઊભેલા દેખાય છે.કનિકાએ તાપસીની હસીન દિલરૂબાની બંને ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી હતી. આ પહેલાં તેની અને અભિષેક બચ્ચનની ‘મનમ‹ઝયાં’ પણ કનિકાએ જ પ્રોડ્યુસ કરી હતી. હવે તેની ‘ગાંધારી’ ૨૦૨૫માં રિલીઝ થશે.SS1MS