Western Times News

Gujarati News

મોનાલી ઠાકુરે અધવચ્ચે છોડ્યો વારાણસી કોન્સર્ટ

મુંબઈ, પ્લેબેક સિંગર મોનાલી ઠાકુરના સિંગિંગના લોકો દિવાના છે. તેના કોન્સર્ટમાં ફેન્સની ઘણી ભીડ એકઠી થાય છે. પરંતુ ગાયકે તાજેતરના વારાણસી કોન્સર્ટમાં ખરાબ અનુભવ શેર કર્યાે. ખરાબ મેનેજમેન્ટને કારણે મોનાલી એટલી પરેશાન થઈ ગઈ કે તેણે કોન્સર્ટ અધવચ્ચે જ છોડી દીધો.

આ રીતે કોન્સર્ટ સમાપ્ત કરવા માટે સિંગરે તેના ફેન્સની માફી પણ માંગી હતી.૨૨ ડિસેમ્બરે મોનાલી એક કોન્સર્ટ માટે વારાણસી પહોંચી હતી. તે અને તેની ટીમ આ માટે ખૂબ જ ઉત્સાહિત હતા. પરંતુ ત્યાં પહોંચ્યા પછી સિંગરે જે જોયું તે પછી, તે તેના ગુસ્સાને કાબૂમાં ન રાખી શકી અને સ્ટેજ પરથી કોન્સર્ટ અધવચ્ચે જ છોડી દેવાની જાહેરાત કરી.

મોનાલીએ આ કોન્સર્ટનું આયોજન કરનારી કંપની પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. સિંગરે કોન્સર્ટ અધવચ્ચે જ છોડવાના ઘણા કારણો આપ્યા. તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં મોનાલીએ કહ્યું કે સ્ટેજ સેટઅપ યોગ્ય નથી.વીડિયોમાં સિંગર કહે છે- ‘મારું દિલ તૂટી ગયું છે. હું ઈન્ળાસ્ટ્રક્ચરની વાતને તો બાજુ પર રાખું છું. પૈસાની ચોરી કરવા માટે તેઓએ કેવું સ્ટેજ બનાવ્યું છે તે હું નહીં સમજાવી શકું.

મારા પગમાં ઈજા થવાની સંભાવના છે. ડાન્સર્સ મને શાંત થવા માટે કહે છે. પરંતુ બધું ખોટું છે. હું તમને જવાબદાર છું, તમે મારા માટે આવો છો. તેથી તમે મને જવાબદાર ગણશો.

મને આશા છે કે હું પોતે જ તેની જવાબદારી લઈ શકું કે પછી કોઈપણ નકામા, બેજવાબદાર, અનૈતિક લોકો પર વિશ્વાસ ન કરવો પડે. હું તમારી દિલથી માફી માંગુ છું કે આ શો અહીં જ સમાપ્ત કરવો પડશે. પરંતુ હું ચોક્કસપણે પાછી આવીશ અને તમને આના કરતા વધુ સારો શો બતાવીશ.જોકે, ઈવેન્ટ ઓર્ગેનાઈઝરે સિંગરના આરોપોને ખોટા ગણાવ્યા છે.

મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, ઓર્ગેનાઈઝરનું કહેવું છે કે મોનાલીએ શરૂઆતમાં તેમને તેની હોટલમાં ચાર કલાકથી વધુ સમય સુધી રાહ જોવડાવી હતી. પ્રેસ સાથે વાત કરવાનો ઈનકાર કર્યાે હતો.

સિંગરના વિલંબને કારણે, સ્થાનિક મીડિયા તેની સાથે વાત કર્યા વિના ચાલ્યો ગયો.મોનાલીની વાત કરીએ તો તે સ્વિટ્‌ઝર્લેન્ડમાં રહે છે. તે શો અને સિંગિંગ કોમ્પિટિશન માટે ભારતનો પ્રવાસ કરતી રહે છે. મોનાલીના હિટ ગીતોમાં ‘મોહ મોહ કે ધાગે’, ‘ઝરા ઝરા ટચ મી’, ‘ખ્વાબ દેખે’નો સમાવેશ થાય છે. તે સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ ૨’માં પણ જોવા મળી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.