Western Times News

Gujarati News

અમર ઉપાધ્યાય અને રશ્મિ દેસાઈ અભિનિત ફિલ્મ  “મોમ તને નહિ સમજાય” ના ટ્રેલરને મળી રહ્યો છે

  • ફિલ્મ 10મી જાન્યુઆરીએ રિલીઝ થશે
  • સાથી કલાકારોમાં  છે વિરતિ વાઘાણી, નમિત શાહ, હેમાંગ દવે અને તેજલ વ્યાસ
  • ફિલ્મમાં સચિન- જિગરનું મ્યુઝિક
  • ફિલ્મના ટીઝરને એકંદરે 3 મિલિયનથી પણ વધુ વ્યૂઝ મળ્યા છે
  • ટ્રેલર લિંક- https://youtu.be/oPc9uL4CFcM?si=0b7DvoxPvFMJ_aVr

ગુજરાત : “મા” શબ્દની લાગણીનું વર્ણન કરવું થોડું મુશ્કેલ હોય છે અને જ્યારે ઘરના બધા પોતાના વ્યવસાયમાં વ્યસ્ત હોય, બાળકો ભણતરમાં વ્યસ્ત હોય ત્યારે “મા”ની એકલતા કોઈ સમજતું નથી. સંબંધોની આ લાગણીસભર વાત સમજાવતી એક સરસ મજાની ફિલ્મ “મોમ તને નહિ સમજાય” 10મી જાન્યુઆરી, 2025ના રોજ રિલીઝ થઈ રહી છે.

મહાવીર જૈન ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ આ ફિલ્મ પ્રખ્યાત દિગ્દર્શક ધર્મેશ મહેતા દ્વારા નિર્દેશિત છે. મહાવીર જૈન ફિલ્મ્સ સાથે સ્કારલેટ સ્લેટ સ્ટુડિયોઝ, બ્રાઇટ વોયેજ લિમિટેડ, ટેક્સ્ટ સ્ટેપ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મ નમનરાજ પ્રોડક્શન્સ દ્વારા સહ- નિર્મિત છે.

ફિલ્મની એનાઉન્સમેન્ટ ડેટ અને ટીઝર લોન્ચ કરાયા બાદ દર્શકોમાં આ ફિલ્મ અંગે ઉત્સુકતા વધી ગઈ હતી અને હવે મેકર્સ દ્વારા ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું છે. લોકોને ફિલ્મ અંગે વધુ જાણવાની જિજ્ઞાસા પણ વધી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મના ટીઝરને દર્શકોએ અભૂતપૂર્વ પ્રેમ આપ્યો છે અને એકંદરે 3 મિલિયનથી પણ વધુ લોકોએ ટીઝરને નિહાળ્યું છે. ટ્રેલર લિંક- https://youtu.be/oPc9uL4CFcM?si=0b7DvoxPvFMJ_aVr

દરેક સામાન્ય વ્યક્તિને પણ કનેક્ટ કરે તેવી આ વાર્તા રાધેશ્યામ અને કમલેશ ઠક્કર દ્વારા લિખિત છે. પ્રખ્યાત મ્યુઝિક ડિરેક્ટર જોડી સચિન- જીગર દ્વારા આ ફિલ્મનું મયુઝીક આપવામાં આવ્યું છે. આ ફિલ્મના સાથી કલાકારોમાં  વિરતિ વાઘાણી, નમિત શાહ,હેમાંગ દવે અને તેજલ વ્યાસ વગેરેનો સમાવેશ થાય છે.

ચી ટેન્ગ જૂ તથા દિયા નાહર દ્વારા  નિર્મિત આ ફિલ્મના સહ- નિર્માતા હરિત દેસાઈ છે. ફિલ્મનું ટ્રેલર આપણને એક “મા”ની લાગણી અને તેનામાં રહેલી એકલતાનું વર્ણન કરે છે. ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો, આશ્કા (રશ્મિ દેસાઈ) અને કુણાલ (અમર ઉપાધ્યાય) લંડનમાં તેમના બે બાળકો મીરા (વિરતિ વાઘાણી) અને કબીર (નમિત શાહ) સાથે વસે છે. તેઓ પોતાના દેશથી દૂર રહીને પણ પોતાના બાળકોમાં પોતાની સંસ્કૃતિ જળવાય તેવો પૂરતો પ્રયાસ કરે છે.

આશ્કા તેના બાળકોનું ધ્યાન રાખવામાં પોતાની આશા અને કારકિર્દીનું બલિદાન આપે છે. મીરા અને કબીરની આધુનિક લાઈફ સ્ટાઈલ તથા કુણાલની પોતાના વ્યવસાયમાં વ્યસ્તતાના કારણે આશ્કા એકલતા અનુભવે છે. એક માને ત્યારે દુ:ખ થાય છે કે જ્યારે આટલા બલિદાનો બાદ પણ તેના બાળકો કહે છે કે “મોમ તને નહિ સમજાય”.

આશ્કાનાં જીવનમાં આગળ શું થાય છે અને તે શું કરે છે તે જાણવા માટે દર્શકોએ 10 જાન્યુઆરી સુધી રાહ જોવી પડશે.  આ ફિલ્મ એ સંબંધોની ઉજવણી છે. “મોમ તને નહિ સમજાય” એ ફક્ત ફિલ્મ નથી પરંતુ દિલથી કરવાં આવેલું એક એવું પારિવારિક ચિત્રણ છે જે દર્શકોને જકડી રાખે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.