ઝઘડિયાના અતિ પ્રાચીન જૈન દેરાસરમાં દોઢ માસના આત્મા પ્રભાવક ઉપધાનતપનું સમાપન
(પ્રતિનિધિ)ભરૂચ, ઝઘડિયાના પ્રાચીન આદિનાથ જૈન દેરાસર ખાતે આત્મા પ્રભાવક ઉપધાનતપનું સમાપન થયું છે. આ દરમ્યાન તપસ્વીઓની શોભાયાત્રા,મોક્ષમાળા રોપણ જેવા કાર્યક્રમોના આયોજન મોર્યતીર્થ નિવાસી પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા.આ ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન ઝઘડિયા જૈન તીર્થ ખાતે મોટી સંખ્યામાં જૈન પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.
ઝઘડિયા ખાતે આવેલ આદિનાથ જૈન તીર્થ ખાતે આત્મા પ્રભાવક ઉપધાનતપ કાર્યક્રમનો પ્રારંભ ગત ૨.૧૨.૧૯ થી થયો હતો.શત્રુંજય તિર્થધામ થી પ્રચલિત અને મીની પાલીતાણા તરીકે પ્રખ્યાત ઝઘડિયા તીર્થમાં આખા વર્ષ દરમ્યાન રાજ્યભર માંથી જૈન પરિવારો અહીં દર્શનાર્થે આવી ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરે છે.હાલમાં ઝઘડિયા તીર્થ ખાતે આત્મા પ્રભાવક ઉપધાનતપનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બાબતે ભીખાભાઈ મોરણવાળા જણાવે છે કે ઝઘડિયા તીર્થ દક્ષિણ ગુજરાતનું ઘણું પ્રાચીન તીર્થ છે.જીનાલયમાં મૂળનાયક આદેશ્વરદાદા ની આશરે ૪૦૦ વર્ષથી વધુ પ્રાચીન ચમત્કારિક અલૌકિક પ્રતિમા છે.આ જીનાલયની જમણી બાજુની ડેરીમાં પુંડરિક સ્વામી તથા ડાબી બાજુ રાયણ પગલાં બિરાજમાન છે જેથી આ જિનાલયને શંત્રુંજય તીર્થધામ થી પણ ઓળખે છે.
આ જીનાલયમાં યાત્રિકોને રહેવા જમવાની ખુબ સારી વ્યવસ્થા છે. તા. ૨.૧૨.૧૯ થી તા. ૧૮.૧.૨૦ સુધી મોર્યા તીર્થ નિવાસી માતૃશ્રી તારાબેન રસિકલાલ પારેખ પરિવાર દ્વારા પ્રવચન પ્રભાવક ચકાચક ગુરુદેવ તપસ્વીરત્ન શ્રીમદ્ વિજયપ્રબોધચંદ્ર સુરીશ્વરજી મ.સા આદિથાણા નિશ્રામાં આયોજિત કરવામાં આવેલ હતું.નમસ્કાર મહામંત્ર આરાધના રાગદ્વેષના પ્રદુષણ વગરનું પરિશુદ્ધ પર્યાવરણ માનવીના સમગ્ર જીવન ઉપર ઘેરો પ્રભાવ પાથરતું એક આત્મા પ્રભાવક અનુસ્થાન ઉપધાનતપ ૪૭ દિવસ સુધી આરાધકો સાધુ સાધ્વી જેવું જીવન જીવી ઉપધાનતપ કર્યું હતું.તપસ્વીઓની શોભાયાત્રા તા. ૧૮.૧.૨૦ ના રોજ ઝઘડિયા ચારરસ્તા ખાતે આવેલ જૈન ગુરુકુળ થી નીકળી હતી.શોભાયાત્રા ચાર રસ્તા થઈ ટાવર રોડ બજાર થઈ ઝઘડિયા ગામમાં ફરી હતી.મોક્ષમાળા રોપણ આજરોજ ઝઘડિયા એ.પી.એમ.સી માં રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, સુરત, અમદાવાદ, વાપી, વલસાડ, મુંબઈથી હજારોની સંખ્યામાં જૈન ભાઈ બહેનો લાભ લેવા પધાર્યા હતા.