ઈનોવેશન આધારિત સોલ્યુશનમાં રોકાણ કરીને ભારત અને જાપાન બંને માટે મૂલ્ય ઊભું કરવાનો અમારો ઉદ્દેશ્ય: સુઝુકી મોટર પ્રેસીડન્ટ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/12/Vipul-Nath-Jindal-with-Mr.-Amitabh-Kant-and-Mr.-Toshihiro-Suzuki-1024x646.jpg)
સુઝુકી દ્વારા સમર્થિત નેક્સ્ટ ભારત વેન્ચર્સે ભારત-જાપાનના સંબંધોને મજબૂત બનાવવા અને ભારતના “નેક્સ્ટ બિલિયન” – અનૌપચારિક અને ગ્રામીણ લોકોને સશક્ત બનાવવા નેક્સ્ટ બિલિયન ફોરમનું આયોજન કર્યું
- સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રેસિડન્ટ તોશિહિરો સુઝુકીએ 23 ડિસેમ્બર, 2024ના રોજ ગિફ્ટ સિટીમાં ફોરમનું ઉદ્ઘાટન કર્યું
- દેશની આઝાદીની શતાબ્દી નજીક આવી રહી છે ત્યારે આ વર્ષની થીમ “ઇન્ડિયાઝ નેક્સ્ટ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ”માં અનૌપચારિક ક્ષેત્રોમાં કામ કરતા ઈમ્પેક્ટ આધારિત સ્ટાર્ટઅપ્સને સંકલિત કરવા માટે વ્યૂહાત્મક રોડમેપ તૈયાર કર્યો.
- આ ફોરમમાં સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રેસિડન્ટ તોશિહિરો સુઝુકી, આઈએફએસસીએના અધ્યક્ષ કે. રાજારામન અને માનદ અતિથિ અમિતાભ કાંત, ભારતના જી-20 શેરપા અને નીતિ આયોગના ભૂતપૂર્વ સીઈઓ સામેલ હતા. જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચરના ગવર્નર અને ભારતમાં કાર્યરત ટોચની જાપાની સંસ્થાઓના સીઈઓ સહિત 60થી વધુ જાપાની પ્રતિનિધિઓ પણ તેમાં હાજર રહ્યા હતા.
- આ કાર્યક્રમમાં “ભારત 2047” પર પેનલ ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આઈએફએસસીએના ચેરમેન કે. રાજારામન, કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તથા વિખ્યાત અર્થશાસ્ત્રી અને વડા પ્રધાનના સલાહકાર નિલેશ શાહ, સેવાના ડાયરેક્ટર રીમા નાણાવટી જેવા વિખ્યાત પેનલિસ્ટ સામેલ હતા. આરીન કેપિટલના ચેરમેન શ્રી મોહનદાસ પાઈ દ્વારા ચર્ચાનું સંચાલન કરવામાં આવ્યું હતું
ગિફ્ટ સિટી, સુઝુકી મોટર કોર્પોરેશનની પેટાકંપની નેક્સ્ટ ભારત વેન્ચર્સે સફળતાપૂર્વક નેક્સ્ટ બિલિયન ફોરમનું આયોજન કર્યું. આ ઈવેન્ટે ભારત-જાપાનના સંબંધોને મજબૂત બનાવવા અને ભારતના અછત ધરાવતા પ્રદેશોમાં વ્યૂહાત્મક રોકાણોને પ્રોત્સાહન આપવાનું મહત્ત્વપૂર્ણ પગલું રજૂ કર્યું હતું. આ ફોરમે રાષ્ટ્રીય વિકાસ એજન્ડામાં ગ્રામીણ અને અનૌપચારિક અર્થવ્યવસ્થાને સંકલિત કરીને વિકાસ ભારત 2047ની દિશા નક્કી કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ફોરમે નેક્સ્ટ ભારત રેસિડેન્સી પ્રોગ્રામના બીજા ભાગ માટે અરજીઓ ખોલવાનું કામ કર્યું હતું. Suzuki-backed Next Bharat Ventures hosts the Next Billion Forum to strengthen India-Japan ties and empower India’s “Next Billion”—the informal and rural population
ફોરમ દરમિયાન નેક્સ્ટ ભારત વેન્ચર્સના જૂથમાંથી 13 ઈમ્પેક્ટ સાહસિકોની રજૂઆત કરવામાં આવી હતી. તેમની આગામી બેચ માટે અરજી પ્રક્રિયાની શરૂઆતની જાહેરાત કરવામાં આવી હતી. દેશભરના 1,500થી વધુ સ્ટાર્ટઅપ્સમાંથી પસંદ કરવામાં આવેલા ઉદ્યોગસાહસિકોમાંથી 50 ટકા મહિલા સ્થાપકો છે. નેક્સ્ટ ભારત વેન્ચર્સ રિસ્ક કેપિટલ પૂરું પાડવા ઉપરાંત સ્ટાર્ટઅપ્સને નેટવર્ક અને માર્ગદર્શન પણ પૂરું પાડે છે.
નેક્સ્ટ બિલિયન ફોરમનો શુભારંભ કરતાં સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રમુખ તોશિહિરો સુઝુકીએ જણાવ્યું કે, “નેક્સ્ટ બિલિયન ફોરમ જેવી પહેલ દ્વારા સુઝુકીને ભારતની વિકાસ ગાથામાં યોગદાન આપવા બદલ ગૌરવ છે. ઈનોવેશનને પ્રોત્સાહન આપીને, સ્થાનિક ઉદ્યોગસાહસિકોને મદદ કરીને અને અસરકારક ભાગીદારીનું સર્જન કરીને અમારું લક્ષ્ય ટિયર 2 અને ટિયર 3 પ્રદેશોને સશક્ત બનાવવાનો અને 2047 સુધીમાં વિકસિત ભારત માટેનો માર્ગ મોકળો કરવાનો છે. આ મંચ મજબૂત ભારત-જાપાન ભાગીદારીની પરિવર્તનક્ષમ ક્ષમતાનો પુરાવો છે. ” Photo : Vipul Nath Jindal with Mr. Amitabh Kant and Mr. Toshihiro Suzuki
સુઝુકીએ જણાવ્યું કે, “ભારતમાં લગભગ 1.4 અબજ લોકો છે, પરંતુ અમે અમારા મોબિલિટી બિઝનેસ મારફત માત્ર 0.4 અબજ લોકો સુધી જ પહોંચી શક્યા છીએ. અમારો લક્ષ્ય ભારતના “નેક્સ્ટ બિલિયન” લોકો સાથે જોડાવાનો છે, ગતિશીલતાથી આગળ વધીને અને ભારતની ભવિષ્યની કહાણીનો એક હિસ્સો બનવાનો લક્ષ્ય છે. નેક્સ્ટ ભારત વેન્ચર્સ ગ્રામીણ ભારતમાં ઈમ્પેક્ટ ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવા માટે વાસ્તવિક વિશ્વની સમસ્યાઓ ઉકેલવાના સુઝુકીના વારસા પર આધારિત છે. અમારો ઉદ્દેશ્ય ઈનોવેશન આધારિત સોલ્યુશનમાં રોકાણ કરીને ભારત અને જાપાન બંને માટે મૂલ્ય ઊભું કરવાનો, આગામી અબજ લોકોને ટેકો આપવાનો અને ઉજ્જવળ ભવિષ્ય માટે ટકાઉ વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે.”
“ઇન્ડિયાઝ નેક્સ્ટ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ” થીમ આધારિત ફોરમે ભારતના ગ્રામીણ અને અનૌપચારિક અર્થતંત્રોને તેના વ્યાપક વિકાસ માર્ગમાં સંકલિત કરવા માટેની વ્યૂહરચનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. મોહનદાસ પાઈ દ્વારા સંચાલિત પેનલ ચર્ચામાં કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહ જેવા જાણીતા પેનલિસ્ટો પણ સામેલ હતા, જેઓ જાણીતા અર્થશાસ્ત્રી અને વડાપ્રધાનના સલાહકાર છે. આ ઉપરાંત SEWAના નિયામક રીમા નાણાવટી અને IFSCAના અધ્યક્ષ કે. રાજારામન સામેલ હતા. 2047 સુધીમાં ભારતના વિકાસ લક્ષ્યોને પ્રાપ્ત કરવાની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં નેક્સ્ટ બિલિયનની સંભાવનાને હકીકત બનાવવા માટે મુખ્ય રોકાણ પદ્ધતિઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
નેક્સ્ટ ભારત વેન્ચર્સના એમડી અને સીઈઓ વિપુલ નાથ જિંદાલે જણાવ્યું, “નેક્સ્ટ ભારત વેન્ચર્સની સ્થાપના મહાન ઉદ્યોગસાહસિકોનો સમુદાય બનાવવાના વિઝન સાથે કરવામાં આવી હતી. તેનાથી આગામી અબજ લોકો માટે વધુ અસર પેદા થશે. નેક્સ્ટ બિલિયન ફોરમ ભારતના વિકાસને ફરીથી આકાર આપવા માટે એક પરિવર્તનકારી પગલું રજૂ કરે છે. પેશન્ટ કેપિટલ પર ધ્યાન કેન્દ્રિત કરીને અને ‘એલિફન્ટ સાહસિકો‘ને પ્રોત્સાહન આપીને, જેઓ સ્થિર વૃદ્ધિની સાથે સામાજિક મૂલ્યને પ્રાધાન્ય આપે છે, તેના દ્વારા અમે ટકાઉ, સમાવેશક વિકાસ લાવી શકીએ છીએ. આ ફોરમ માત્ર એક ચર્ચાનું મંચ નથી, પરંતુ ભારત અને જાપાન બંને દ્વારા વાસ્તવિક પરિવર્તન માટે પગલાં લેવાનું એક આહવાન છે.
ભારત સરકારના જી20 શેરપા અને નીતિ આયોગના ભૂતપૂર્વ સીઈઓ અમિતાભ કાંતે ઉમેર્યું હતું કે, “ભારતનું ચાર ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર 8.2 ટકાના દરે વૃદ્ધિ કરી રહ્યું છે. ભારત એકમાત્ર એવો દેશ છે જે દર વર્ષે આઠ એરપોર્ટ અને ત્રણ મેટ્રો શરૂ કરે છે તથા દરરોજ 30 કિમી રોડ અને 13 કિમી રેલવે ટ્રેકનું નિર્માણ કરે છે. ભારતે નવ વર્ષમાં તેની સોલર એનર્જીમાં 31 ગણો વધારો કર્યો છે.
અમારી વર્ચ્યુઅલ બેંકિંગ સિસ્ટમ મોબાઇલ પર રિઅલ ટાઇમમાં 50 ટકા ઝડપી પેમેન્ટનું સંચાલન કરે છે. અમે વડાપ્રધાન મોદીના વિઝન હેઠળ 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનું લક્ષ્ય રાખ્યું છે, આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અમને જાપાન જેવા દેશ સાથે વધુ ભાગીદારીની જરૂર છે, ખાસ કરીને સુઝુકી મોટર્સ મારફત તે જરૂરી છે, જે ઘણા દાયકાઓથી ભારતની ઉત્પાદન સફળતાનો અભિન્ન હિસ્સો છે.”
“સુઝુકીનો ટેકો ધરાવતું નેક્સ્ટ ભારત વેન્ચર્સ યુવા ઉદ્યોગસાહસિકોનું સશક્તિકરણ કરીને અને કૃષિમાં મૂલ્યવર્ધનને આગળ ધપાવીને ગ્રામીણ આજીવિકામાં પરિવર્તન લાવી રહ્યું છે. મેં ક્યારેય કોઈપણ ખાનગી સંસ્થા દ્વારા રોકાણની આવી વ્યૂહરચના જોઈ નથી; નેક્સ્ટ ભારત વેન્ચર્સ આગામી દાયકામાં જે અસર સર્જશે તે ભારતના વિકાસના માર્ગને ફરીથી નિર્ધારિત કરશે. આ પહેલ ટકાઉ નોકરીઓનું સર્જન કરશે અને ઉત્પાદકોની કમાણીમાં વધારો કરશે, ભારતમાં ઉદ્યોગસાહસિકોની નવી પેઢીને પ્રોત્સાહન આપશે. ફાઇનાન્સ, મેન્ટરશિપ અને માર્કેટ એક્સેસમાં સપોર્ટ મારફત સુઝુકી સ્થાયી પરિવર્તન માટે પાયો નાખે છે. ભારત સરકાર આ પરિવર્તનકારક કાર્યક્રમને સંપૂર્ણ ટેકો આપે છે, જે ભારતના ભવિષ્ય પર અસર કરશે, એમ કાન્તે જણાવ્યું હતું.
આ ઉપરાંત ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)ના અધ્યક્ષ કે રાજારામને ચર્ચા કરી કે ભારતે કેવી રીતે એક નિષ્ક્રિય ગ્રાહક બનવાના બદલે નવીનતા અને સ્થાનિક ક્ષમતાઓમાં વૈશ્વિક નેતા બનવાની જરૂર છે. તેમણે માનનીય વડા પ્રધાનની આગેવાની હેઠળ ભારતની સુધારા યાત્રામાં પ્રગતિની રૂપરેખા આપી હતી.
તેમણે ઉલ્લેખ કર્યો કે, “28 થી વધુ આંતરરાષ્ટ્રીય બેંકો અને 200 વૈકલ્પિક રોકાણ ભંડોળ ગિફ્ટ સિટીમાં પહેલેથી કાર્યરત છે, અમે અભૂતપૂર્વ પ્રગતિના સાક્ષી રહ્યા છીએ. ગિફ્ટ IFSCમાં નોંધાયેલા નેક્સ્ટ ભારત વેન્ચર્સના ઇમ્પેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ જેવી પહેલ મધ્ય ભારતની સંભાવના અને સમુદાયોને સશક્ત બનાવવા માટે સહયોગની ખાસ ભૂમિકાને નિર્ધારિત કરે છે. ViksitBharat@2047 માટે IFSCA નું ધ્યાન સર્વસમાવેશક, ટકાઉ અને ટેક્નોલોજી આધારિત વૃદ્ધિની સાથે વૈશ્વિક મૂડીને સંકલિત રીતે આકર્ષતી ઇકોસિસ્ટમ બનાવવા પર રહે છે.” તેમણે જાપાની રોકાણકારો માટે ભારતમાં રોકાણ કરવા માટે વધેલી તક તરફ પણ ધ્યાન દોર્યું હતું.
કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, જાણીતા અર્થશાસ્ત્રી તથા વડા પ્રધાનના સલાહકાર નિલેશ શાહે પેનલ દરમિયાન જણાવ્યું, “રોકાણકારો વૃદ્ધિ, શાસન અને કાર્યક્ષમતાના કારણે ભારત તરફ આકર્ષાય છે. છેલ્લા એક દાયકામાં ભારતીય બજારોએ રૂપિયાની દ્રષ્ટિએ 166 ટકા અર્નિંગ ગ્રોથ નોંધાવ્યો છે જે ચીનના રેનમિંબીમાં 10 ટકા ગ્રોથને પાછળ રાખી દે છે. ભારતમાં મૂડીની જરૂર હોવા છતાં ભારત મૂડીનો નિકાસકાર છે.”
આ ફોરમ ભારતના અનૌપચારિક અને ગ્રામીણ ક્ષેત્રોને આગળ વધારવાના ઉદ્દેશ્યથી નવી પહેલોની શરૂઆતનું પણ સાક્ષી બન્યું. આ પહેલ દેશના ટિયર 2 અને ટિયર 3 પ્રદેશોમાં સાતત્યપૂર્ણ વિકાસ અને ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે નેક્સ્ટ ભારત વેન્ચર્સની પ્રતિબદ્ધતાને પુનઃસ્થાપિત કરે છે.