Western Times News

Gujarati News

૨૫૦૦ રૂપિયાની લાંચ લેનાર ભરૂચ પાલિકાના કલાર્ક નોકરીમાંથી બરતરફ

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ એ.સી.બી પોલીસ સ્ટેશન માં નોંધાયેલ ગુ.ર.નં. ૩/૨૦૧૯,ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ- ૧૯૮૮ (સુધારો અધિનિયમ-૨૦૧૮) ની કલમ ૭(એ) મુજબનો ગુનો આરોપી ચેતનભાઈ બાબુભાઈ મોદી જે જે ક્લાર્ક નગર પાલિકા વોર્ડ નં ૬ મકતપુર ભરૂચ નો વર્ગ ૩નાઓ વિરુદ્ધ રૂપિયા ૨૫૦૦ ની લાંચનો ગુનો તારીખ ૨૭/૮/૨૦૧૯ના રોજ નોંધવામાં આવેલ હતો.આ બાદ આરોપીને ૨૭/૮/૨૦૧૯ ના રોજ અટક કરવામાં આવેલ.

આરોપી ચેતનભાઈ બાબુભાઈ મોદી જેઓ ક્લાર્ક નગર પા લિકા વોર્ડ નં ૬ મકતપુર,ભરૂચ નો વર્ગ ૩ નાઓને હાલની જગ્યાએ ફરજ પર ચાલુ રાખવામાં આવે તો તેઓ આ કેસના સાક્ષી-પુરાવાને નુકશાન કરે અથવા તો કરાવે તેવી પ્રબળ શકયતા રહેતી હોવાથી આરોપીને અન્ય જગ્યા બદલી કરવા માટે માટે લખાણ કરવામાં આવેલ હતું.જે બાદ ભરૂચ નગરપાલિકાના મહેકમ ઉપર નિમણૂક પામેલ ન હોય.આરોપી તદ્દન હંગામી ધોરણે ઉચ્ચક ફિકસ પગાર થી ફરજ બજાવતા હતા.જેથી ભરૂચ નગર પાલિકા ના મુખ્ય અધિકારી સંજય સોની નાઓએ તા.૩૦/૧૨/૨૦૧૯ ના રોજ થી આરોપી ચેતનભાઈ બાબુભાઈ મોદી કલાર્ક નગર પાલિકા વોર્ડ નં ૬,મકતપુર, ભરૂચ,વર્ગ-૩ નાઓને ભરૂચ નગર પાલિકાની તમામ કામગીરી માંથી બરતરફ કરતો હુકમ કરવામાં આવેલ છે.

આ ઉપરોક્ત કેસ અંગે તથા અન્ય કોઈ સરકારી અધિકારી અને કર્મચારીની અપ્રમાણસર મિલકતો તથા બેનામી મિલકતો જેવી કે ખેતીની જમીન,પ્લોટ, મકાન,ઓફીસ-દુકાન,વાહન, બેન્ક લોકર,બેન્ક એકાઉન્ટ વગેરે તથા જેમના નામે બેનામી મિલકતો વસાવવામાં આવેલ છે.તેવા ઈસમોની સચોટ અને વિસ્તૃત માહિતી તથા તે બાબતે તેઓની મિલ્કતો , બંગ્લોઝ, લક્ઝુરિયસ કાર અંગેના ફોટોગ્રાફ મેળવી અને એસીબી કચેરીના ફોનનં.૦૭૯-૨૨૮૬૯૨૨૮ અથવા ફેક્સ નંઃ૦૭૯-૨૨૮૬૬૭૨૨, વોટ્‌સએપ નંબર ૯૦૯૯૯૧૧૦૫૫,ટોલ ફ્રી નંબર ૧૦૬૪ તથા રૂબરૂ પણ સંપર્ક કરવા તથા ઝ્રડ્ઢ દ્વારા અથવા પેનડ્રાઈવ માં પણ માહિતી મોકલવા નાગરિકોને આહવાન કરવામાં આવે છે.આ અંગે કોઈપણ પ્રકારનુ માર્ગદર્શન મેળવવા માંગતા હોય તો કચેરી સમય દરમ્યાન અત્રે સંપર્ક કરવા વિનંતી છે કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.