દાણીલીમડામાં યુવકને આઈફોનની વોચ ગિફ્ટ લાગી છે કહીને ઠગાઈ આચરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Call.jpg)
ભગવાનની કસમ..તમારી જોડે કશું ખોટું નથી કરવાનું કહીને ગઠિયાએ રૂપિયા પડાવ્યા
દાણીલીમડાના યુવકે ફેસબુકમાં લિંક ક્લિક કરતા ફોન આવ્યો અને
અમદાવાદ,દાણીલીમડામાં પરિવાર સાથે રહેતો યુવક તેના પિતાની ચાની કીટલી પર કામ કરે છે અને બીકોમમાં અભ્યાસ કરે છે. રવિવારે યુવક ઘરમાં હાજર હતો અને ફેસબુકની લિંક પર ક્લિક કરતા વોટ્સએપ પર કોલ આવ્યો અને આઈફોન વોચ ગિફ્ટમાં લાગી છે, પરંતુ ટોકન પેટે રૂ.૪૦૦૦ આપવા પડશે. ભગવાનની કસમ તમારી જોડે કશું જ ખોટું નથી કરી રહ્યા કહીને યુવક પાસે ઓનલાઈન રૂપિયા મગાવી લીધા બાદમાં ગિફ્ટ નહીં મોકલીને ઠગાઈ આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
દાણીલીમડા ખોડિયારનગરમાં પરિવાર સાથે રહેતો ભાવેશ કલાલ (ઉ.૧૯) બીકોમમાં અભ્યાસ કરે છે. તેના પિતાની ચાની કીટલી પર કામ કરે છે. ગત રવિવારે યુવકે ફેસબુકની લિંક પર ક્લિક કરતા વોટ્સએપના જુદા જુદા ગ્‰પમાં જોઈન્ટ થયો હતો. બાદમાં અજાણ્યા નંબર પરથી યુવકને કોલ આવ્યો અને તેમને વીડિયો અને કોમેન્ટ લાઈક કરેલા છે. જેથી તમને આઈફોનની વોચ ગિફ્ટમાં લાગેલી છે. ટોકન પેટે રૂ.૪૦૦૦ આપવા પડશે ત્યારબાદ જ તમારા સરનામે આઈફોન વોચ મોકલી શકાશે.
પરંતુ યુવકે પોતાની પાસે રૂ.૨૦૦૦ જ હોવાનું કહેતા લોકોને ગિફ્ટમાં આઈફોન આપ્યા હોય તે પ્રકારના વીડિયો મોકલી આપ્યા હતા. બાદમાં ગઠિયાએ ભગવાનના કસમ તમારી જોડે ખોટું કશું જ નથી કરવાનું તેમ કહ્યું હતું. આથી યુવકને વિશ્વાસ આવતા તેના પોતાના ખાતામાંથી રૂ.૨૦૦૦ અને પિતાના ખાતામાંથી રૂ.૨૦૦૦ કુલ રૂ.૪૦૦૦ ગૂગલ પેથી મોકલી આપ્યા હતા. બાદમાં યુવકને આવતીકાલે ગિફ્ટ તમારા ઘરે કુરિયરમાં આવી જશે તેમ કહીને ફોન મૂકી દીધો હતો. બીજા દિવસે ગિફ્ટ નહીં આવતા યુવકને ફોન કરતા બંને નંબર સ્વીચઓફ આવતા હતા. યુવકને અંદાજો આવી ગયો કે તેની સાથે ઠગાઈ આચરવામાં આવી છે. બાદમાં સાયબર હેલ્પ લાઈનમાં ફોન કરીને દાણીલીમડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ss1