Western Times News

Gujarati News

વિદ્યાર્થીને ફ્રેન્ડશીપ ક્લબમાં ફોન કરવો ભારે પડ્‌યો : હજારો રૂપિયા ગુમાવ્યાં

Files Photo

અમદાવાદ: તમે અખબારોમાં વિવિધ પ્રકારની ફ્રેન્ડશીપ ક્લબની જાહેરાત તો વાંચી જ હશે. અને અનેક લોકો તેમાં રસ દાખવી ફોન પણ કરતા હોય છે. હવે આવા ફોન કરતા પહેલા ચેતવાની જરૂર છે. કારણકે, નવરંગપુરામાં રહેતા એક યુવકને ફ્રેન્ડશીપ ક્લબમાં ફોન કરવાનું ભારે પડ્‌યું છે. રજીસ્ટ્રેશનનાં નામે ઠગ ટોળકીએ તેના ૪૪ હજાર રૂપિયા સેરવી લેતા આખરે પોલીસની મદદ લેવી પડી છે.

મૂળ મહેસાણા અને નવરંગપુરામાં સ્થાનકવાસી જૈન છાત્રાલયમાં રહેતા વૈભવ શાહ સીએનો અભ્યાસ કરે છે. ગત ૨૦મી નવેમ્બરનાં રોજ તેણે ઓનલાઇન ફ્રેન્ડશીપ માટે સર્ચ કર્યું હતું. જેથી જે તે જગ્યાએથી ક્લબમાં જોડાવવા માટે ત્રણ માસના એક હજારની માંગણી કરાઇ હતી. ત્યારબાદ એક હજાર ગુગલ પેથી ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં અનેક યુવતીઓના ફોટો તેને મોકલવામાં આવ્યા હતા.

જેમાંથી એક યુવતીનો ફોટો સિલેક્ટ કરતા નેહા નામની યુવતી સાથે સંપર્ક થયો હતો. નેહાએ સેફ્‌ટી કોડ લેવો પડશે તેમ કહી એક વર્ષ અને લાઇફ ટાઇમનાં ભાવ જણાવતા વૈભવે એક વર્ષના કોડની વાત કરતા ૧૬,૫૦૦ ટ્રાન્સફર કર્યા હતા. આ નાણા નેહા મળશે બાદમાં રિફંડ તઇ જશે તેમ કહ્યું હતું.ત્યારબાદ આ નાણા જે તે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના ન હતા તેની બાબતોમાં ભોળવી એક ક્રીમ કંપનીમાંથી લેવું પડશે તેમ કહી અન્ય નાણા પડાવ્યા હતા.

આમ અલગ અલગ રીતે ૪૪ હજાર રૂપિયા પડાવી લેતા યુવકે આ ઝંઝટમાંથી બહાર આવવા કહીને પૈસા પરત માંગ્યા હતા. પણ નાણા પરત ન મળતા સાયબર ઇન્સિડેન્ટ રિસપોન્સ યુનિટમાં અરજી કર્યા બાદ તેણે નવરંગપુરામાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.