૯૧ વર્ષની ઉંમરે આશા ભોંસલેએ ગાયું વિકી કૌશલનું ‘તૌબા-તૌબા’ ગીત
મુંબઈ, આશા ભોંસલે દિગ્ગજ ગાયિકાઓમાંના એક છે. પોતાની ૮૧ વર્ષની લાંબી કારકિર્દીમાં લગભગ ૧૬૦૦ ગીતોને પોતાનો અવાજ આપનાર આશા ભોંસલેએ તાજેતરમાં જ્યારે સ્ટેજ પર ‘તૌબા-તૌબા’ ગીત ગાયું ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
સુપ્રસિદ્ધ ગાયકે માત્ર કરણ ઔજલાનું ગીત જ નથી ગાયું પરંતુ વિકી કૌશલના હૂક સ્ટેપ્સ પણ કર્યા. આશા ભોંસલેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ પણ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.આશા ભોંસલેએ ગઈ કાલે દુબઈમાં એક કોન્સર્ટ કર્યાે હતો.
આ દરમિયાન તેણે જાણીતા ગાયક કરણ ઔજલાનું ગીત ‘તૌબા-તૌબા’ ગાયું હતું. તેમના મંત્રમુગ્ધ અવાજ સાથે ગીતમાં ક્લાસિક ટચ ઉમેર્યાે હતો. કહેવાની જરૂર નથી કે આશા ભોંસલેના અવાજમાં ગવાયેલું ગીત ‘તૌબા-તૌબા’ દરેક જગ્યાએ વાયરલ થઈ રહ્યું છે અને વર્ષ ૨૦૨૪ પૂરું થાય તે પહેલાની યાદગાર ક્ષણોમાંથી એક બની ગયું છે.ત્યાં હાજર લોકોએ આશા ભોંસલેને તેના ગીત પર ખૂબ ચીયર કર્યા હતા.
આ ગીતના સિંગર કરણ ઔજલાએ પણ આ ગીત પર પ્રતિક્રિયા આપી છે. કરણે લખ્યું, “સંગીતના દેવી આશા ભોસલેજીએ હમણાં જ તૌબા-તૌબા ગાયું છે. આ એક નાનકડા ગામમાં ઉછરેલા બાળક દ્વારા લખાયેલું ગીત છે. જેની પાસે ન તો કોઈ સંગીતની બેકગ્રાઉન્ડ છે કે ન તો તેને ઇન્સ્ટ્›મેન્ટનું કોઈ જ્ઞાન છે.
આ એક ધૂન એક એવા વ્યક્તિઅ બનાવી છે જે કોઈ ઇન્સ્ટ્›મેન્ટ નથી વગાડતો.કરણ ઔજલાએ આગળ લખ્યું, “આ ગીતને માત્ર ફેન્સ જ નહીં પરંતુ મ્યુઝિક આર્ટીસ્ટ પાસેથી પણ ઘણો પ્રેમ મળ્યો છે, આ ક્ષણ મારા માટે આઈકોનિક છે અને હું તેને ક્યારેય નહીં ભૂલી શકું.
હું ખરેખર ધન્ય અને આભારી છું. આનાથી મને તમને એવા ગીતો આપતા રહેવા અને સાથે મળીને યાદો બનાવવાની પ્રેરણા મળી છે.” કરણે એ પણ જણાવ્યું કે આ ગીત તેણે ૨૭ વર્ષની ઉંમરે લખ્યું હતું અને આશાજીએ તેને ૯૧ વર્ષની ઉંમરે તેમના કરતાં પણ વધુ સારું ગાયું છે.SS1MS