સરદારનગરમાં ખૂની ખેલ -નજીવી બાબતમાં થયેલ ઝઘડામાં ત્રણ ભાઈઓ પર જીવલેણ હુમલો
૧ નું મોતઃ ર ગંભીર રીતે ઘાયલ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરમાં શાંતિપૂર્ણ સ્થિત હવે સ્વપ્ન સમાન બની છે. સ્થાનિક ગુંડાઓ, વ્યાજખોરો અને અન્ય અસામાજીક તત્ત્વો જાણે કાયદાને ઘોળીને પી ગયા હોય તેમ વર્તી રહ્યા છે. ગુજરાતના આર્થિક પાટનગરમાં જંગલરાજ પ્રવર્તમાન હોય એમ એક પછી એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ઉપરાંત મારામારી અને લૂંટ જેવા બનાવો પણ રોજની ઘટના બની છે. ત્યારે કરોડો રૂપિયાના ખર્ચા કરીને અતિ આધુનિક મશીનો વસાવતા અને ચોવીસ કલાક પેટ્રોલિગના મોટા દાવા કરીને ફક્તને ફકત સામાન્ય નાગરીકો ઉપર જ ધોંસ જમાવતા પોલીસ તંત્રની પોલ ખૂલ્લી પડી ગઈ છે.
નવું વર્ષ હજુ શરૂ જ થયુ છે ત્યાં એક બાદ એક હત્યાના બનાવો સતત સામે આવતા નાગરીકો પણ ભય હેઠળ જીવી રહ્યા છે. નજીવી બાબતે સામાન્ય લોકો પર હિંસક હુમલો કરતા અસામાજીક તત્ત્વોને મોટા બનાવવામાં કયાંક પોલીસમાં જ રહેલાં ભ્રષ્ટ અધિકારીઓએ ભાગ ભજવ્યો છે.
ત્યારે સરદારનગરમાં હત્યાનો એક વધુ ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. એક જ સોસાયટીમાં રહેતા પાડોશી યુવાનો વચ્ચે બે દિવસ અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી હિંસક હુમલો કરવામાં આવતાં એક યુવાનનું મોત થયુ છે જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થતાં ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.
સરદારનગરમાં આવેલા નોબલનગરમાં આવેલી સુદામા પાર્ક સોસાયટીમાં રાજુભાઈ દેસાઈ નામનો યુવાન પોતાના પરિવાર સાથે રહે છે જ્યારે ફાયનાન્સનો ધંધો કરતા સુકેશ અને આશિષ નામના બે ભાઈઓ પણ એ જ સોસાયટીમાં રહે છે. સુત્રોના જણાવ્યા અનુસાર સુરેશ અને આશિષ નાના કામદારો તથા રિક્ષાવાળાઓને વ્યાજે રૂ.ધીરે છે.
અને રોજ સાંજે સોસાયટીના મુખ્ય દરવાજા નજીક આ બંને ભાઈઓ તમામ લેણદારો પાસેથી ઉઘરાણું કરે છે. બે દિવસ પૂર્વેે પણ બંન્ને ભાઈઓ આ રીતે ઉઘરાણી કરતા હતા. એ સમયે તેમને અંદરોઅંદર ગાળાગાળી થતી હતી. દરમ્યાનમાં રોજ સાંજે ચાલવા નીકળતી મહિલાઓ સહિતના અન્ય રહીશો પણ પરેશાન થતાં રાજુ દેસાઈએે સુકેશને આ અંગે ઠપકો આપ્યો હતો. જેના પગલે બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જા કે અન્ય લોકો વચ્ચે પડતાં બંન્ને ત્યારે છુટા પડી ગયા હતા.
આ ઝઘડાની અદાવત રાખીને સુકેશ અને તે ભાઈ આશિષે ગઈકાલે મોડી રાત્રે સાડા દસ વાગ્યાના સુમારે રાજુ સાથે ફરીથી ઝઘડો થયો હતો. જેમાં ઉગ્ર બોલાચાલી બાદ બંન્ને વચ્ચેે મારામારી થતાં પૂર્વ તૈયારી સાથે આવેલા સુકેશ, આશિષ તેના બે સાગરીતોએ રાજુને ચપ્પાના ઘા મારી દેતા તે લોહીના ખાબોચીયામાં ઢળી પડ્યો હતો. અને તુરંત છોડાવવા વચ્ચે પડેલા તેનો સગો ભાઈ ગેમર અને અન્ય એક યુવાનને પણ ગંભીર ઈજાઓ થતાં તેમને ખાનગી હોસ્પીટલમાં ખસડવામાં આવ્યા હતા. મોડીરાત્રે થયેલ આ ખુની ખેલના પગલે સોસાયટી સહિત સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. જ્યારે મુખ્ય આરોપી સહિત ચારેય શખ્સો ફરાર થઈ ગયા હતા.
સરદારનગર પોલીસને જાણ થતાં જ મોટો સ્ટાફ ઘટનાસ્થેળે આવી પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. બાદમાં ચારેય આરોપીઓને ઝડપી લેવા રાતભર શોધખોળ ચલાવી હતી. બીજી તરફ શહેરમાં હત્યાઓનો દોર શરૂ થતાં નાગરીકો પણ ચોંકી ઉઠ્યા હતા. અને પ્રવર્તમાન Âસ્થતિ માટે શહેરની સુરક્ષા માટે જવાબદાર પોલીસ તંત્ર સામે આંગળી ચીંંધી રહ્યા છે.