ઇન્ડસ યુનિવર્સિટીનો ચોથો દિક્ષાંત સમારોહ યોજાયો
અમદાવાદ, ઇન્ડસ યુનિવર્સિટીનો ચોથો દીક્ષાંતસમારોહ અમદાવાદ સ્થિત ઇન્ડસ કેમ્પસ ખાતે શનિવારે 18 જાન્યુઆરી, 2020ના રોજ યોજાયો હતો. આ પ્રસંગે મમતા ગ્રૂપ ઑફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મહેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા અને ગુજરાતના જાણીતા એડવોકેટ શ્રી પરિન્દુ ભગત તથા વિવિધ ક્ષેત્રના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોએ તેમની ઉપસ્થિતિ દ્વારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યાં હતાં.
આ ચોથા દીક્ષાંત સમારોહમાં વર્ષ 2015-19ના 800 (Convocation ceremony of Batch 2015-19 Students) વિદ્યાર્થીએ બી.ટૅક, એમ.ટૅક, એમબીએ, એમસીએ, એમએસસી.આઇટી, બી.એસસી(એએમ) અને બી.આર્કિ. તથા પીએચ.ડીની ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી. મુખ્ય અતિથિ દ્વારા કુલ 6 ગોલ્ડ મેડલ (6 Gold Medal) એનાયત કરવામાં આવ્યાં હતાં. વિદ્વત્તાપૂર્ણ પ્રદર્શન બદલ યુનિવર્સિટીની વિવિધ સંસ્થાઓના વિદ્યાર્થીઓને ભંવરલાલ ભંડારી મેમોરિયલ એવોર્ડ, (Bhavarlal Bhandari Memorial Award) ભગવાન સ્વરૂપ શર્મા મેમોરિયલ એવોર્ડ અને ઇન્દુબાળા ભંડારી એવોર્ડ જેવા 26 વિશેષ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યાં હતાં.
આ ઉપરાંત સુરતમાં આવેલા શ્રી રામકૃષ્ણ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયાને તેમના દ્વારા પૂરી પાડવામાં આવેલી ઉત્કૃષ્ટ સામાજિક સેવાઓ બદલ ડી. ફિલ.ની માનદ ઉપાધિ આપવામાં આવી હતી તથા ઇન્ડોલોજિસ્ટ શ્રી શ્રીકાંત તાલેગરને ઇતિહાસ અને ઇન્ડોલોજીના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ડી. લિટ.ની માનદ ઉપાધિ એનાયત કરવામાં આવી હતી.
મુખ્ય અતિથિ શ્રી મહેન્દ્રભાઈ પટેલએ દીક્ષાંતપ્રવર્ચન આપ્યું હતું અને ઇન્ડસ યુનિવર્સિટીના અધ્યક્ષ ડૉ. નાગેશ ભંડારીએ (Indus University Dr. Nagesh Bhandari) સ્વાગત સંબોધન કર્યું હતું તથા ઇન્ડસ યુનિવર્સિટીના કાર્યકારી અધ્યક્ષ ડૉ. મુરુગાનંતએ વાર્ષિક રીપોર્ટ મારફતે યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓની ઝાંખી આપી હતી. શ્રી મહેન્દ્રભાઈ પટેલએ જ્ઞાનનું ‘લોકશાહીકરણ’ થવાને કારણે વિદ્યાર્થીઓ જેના સાક્ષી બન્યાં છે તે ક્રાંતિનો સામનો કરવા માટે ઉદ્યોગસાહસિકતાની ભાવનાનું નિર્માણ કરવા પર ભાર મૂક્યો હતો તથા તેમણે જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રના ભાવિ પથપ્રદર્શક તરીકે તેમણે આ તક ઝડપી લેવી જોઇએ.
ઉત્સાહ અને અસીમ આનંદ જાણે કે આ પ્રસંગની લાક્ષણિકતાઓ બની રહ્યાં હતાં, જ્યાં પ્રતિષ્ઠિત ઉપાધિઓએ યુવા સ્નાતકો અને તેમના વાલીઓના સપનાઓને સાકાર કર્યા હતા.