જંબુસર પાલિકા સંચાલિત રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ શૌચાલય બન્યું અસામાજિક પ્રવૃત્તિનો અડ્ડો
શૌચાલય માં જાણે દારૂની મહેફિલ જામતી હોવાના પુરાવા મળી આવતા દારૂબંધી ના ધજાગરા.
ભરૂચ: જંબુસર નગર પાલિકા સંચાલિત રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ શૌચાલય ધણીધોરી વગરની થઈ ગઈ છે.ત્યારે જાહેર શૌચાલય માં જાણે દારૂની મહેફિલ જામતી હોય તેમ જણાય છે.તેમ શૌચાલયમાં દેશી દારૂની પોટલીઓ પીને ફેંકી દીધેલી જોવા મળે છે.આમ પાલિકા સંચાલિત શૌચાલયમાં દારૂની પોટલી જોઈને નવાઈ પમાડે છે.
આ ઉપર થી કહી શકાય કે દારૂ બંધીના ધજાગરા ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીના ગુજરાતમાં દારૂ ઉપર પાબંધી હોવા છતાં ખુલ્લે આમ દારૂની પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવતા પોલીસ તંત્રની પોલ છતી થઈ છે. ગુજરાત સરકાર દ્વારા દારૂબંધી માટે કડક કાર્યવાહી શરૂ કરી છે.ત્યારે આ ઉપરથી લાગી રહ્યુ છે કે જાણે શૌચાલયમાં દારૂની મહેફિલ ચાલતી હોવાનું અને દારૂ પીને દારૂની ખાલી પોટલીઓ શૌચાલયમાં નાંખીને દારૂ પીનારા જાણે શૌચાલયની દારૂ પીવા માટેની સુરક્ષીત જગ્યા માનતા હોય તેવુ લાગી રહ્યુ છે. ત્યારે દારૂ પીવા પાછળ ખુદ શૌચાલયના સંચાલકની સંડોવણી છે.
ત્યારે આ અંગે મીડિયાએ જાત મુલાકાત લઈને શૌચાલયમાં તપાસ કરતા શૌચાલયમાં દેશી દારૂ પીધા બાદ ફેંકી દીધેલી ખાલી કોથળીઓ જોવા મળી હતી.જે બાદ સંચાલક હક્કાબક્કા થઈ ખાલી પડેલી દારૂની પોટલીઓ ની સફાઈ કરી શૌચાલય ને ખંભાતી તાળા મારી રફુચક્કર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે શૌચાલયમાં દારૂની ખાલી પોટલીઓ ની સાથે અસહ્ય ગંદકી જોવા મળી હતી.શૌચાલય ની બહાર ખુલ્લેઆમ પણ દારૂની ખાલી પોટલીઓ ની જોવા મળી હતી.સ્થાનિક લોકોની ફરિયાદ છે કે પે એન્ડ યૂઝના કોન્ટ્રાક્ટરો પણ જોવા મળતા નથી અને શૌચાલયમાં ગંદકી હોવા છતાં પ્રજા પાસે થી સંચાલકો રૂપિયા ખંખેરી લેતા હોવાની લોકબૂમો ઉઠવા પામી છે.