NH48 ઉપર ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત
વીસ થી વધુ લોકો ને ઈજા. : અકસ્માત ના પગલે ટેન્કર રોડ ઉપર ફંગોરાઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ. : વહેલી સવારે કડકડતી ઠંડી વચ્ચે સર્જાયેલ અકસ્માત થી બસ ના ૩૫ મુસાફરો માલસામાન સાથે રસ્તા ઉપર ઠંડી માં ઠુંઠવાયા.
ભરૂચ: ભરૂચ ના નેશનલ હાઈવે ૪૮ ઉપર સુરત થી અમદાવાદ તરફ જઈ રહેલી લક્ઝરી બસ સાથે ટેન્કર ચાલકે ગમખ્વાર અકસ્માત સર્જતા લક્ઝરી બસ ના મુસાફરો ની ચિંચારીઓ થી હાઈવે ગુંજી ઉઠ્યો હતો.જેમાં લક્ઝરી બસ ના ત્રણ મુસાફરો ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જયારે ૨૦ થી વધુ મુસાફરો ને ઈજાઓ થતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.અકસ્માત ના પગલે ટેન્કર રોડ ઉપર ઉલરી જતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ જતા વાહનો ની લાંબી કતારો જામી હતી.
બનાવની મળતી માહિતી અનુસાર સુરત થી લક્ઝરી બસ નંબર જીજે ૧૪ એક્સ ૫૨૯૫ સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલી લક્ઝરી બસ ભરૂચ નજીક થી લુવારા ગામ ના પાટિયા પાસે થી પસાર થઈ રહેલી હતી તે દરમ્યાન લુવારા નજીક થી ટેન્કર નંબર જીજે ૧૬ એક્સ ૯૯૧૬ ના ચાલકે પોતાના ટેન્કર નું યુ ટર્ન લઈ રહ્યો હતો તે દરમ્યાન ટેન્કર ચાલકે સ્ટેયરીંગ પર નો કાબુ ગુમાવી અકસ્માત સર્જતા ટેન્કર લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાતા બસ માં સવાર ૩૫ થી વધુ મુસાફરો ની ચીંચીયારીઓ થી નેશનલ હાઈવે નંબર ૪૮ ગુંજી ઉઠ્યો હતો.જે અકસ્માત માં બસ માં સવાર મનીષભાઈ જોષી તથા તેઓની પત્ની જશુબેન જોષી તથા અન્ય એક મુસાફર પ્રકાશભાઈ ઠાકરભાઈ ગરાસીયા ઓ ને ગંભીર ઈજા થતા તેઓનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું.
જયરે બસ મા સવાર મુસાફરો ને પણ ઈજાઓ થતા તમામ ને સારવાર માટે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે તેમજ ખાનગી હોસ્પિટલો માં ખસેડવામાં આવ્યા હતા.જયારે અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક પોતાનું ટેન્કર મૂકી ભાગી જવામાં સફળ થયો હતો. અકસ્માત અંગે ની જાણ ભરૂચ નબીપુર પોલીસ ને થતા પોલીસ કાફલા એ તાબરતોડ ઘટના સ્થળે દોડી આવી અકસ્માત માં ઈજાગ્રસ્તો ને સારવાર અર્થે ખસેડી અને મોત ને ભેટેલા મુસાફરો ના મૃતદેહો નો કબ્જો લઈ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી હાઈવે ઉપર રહેલ ટેન્કર અને લક્ઝરી બસ ને સાઈડ ઉપર ખસેડી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાની તજવીજ હાથધરી હતી.
શિયાળા ની કડકડતી ઠંડી માં અકસ્માત માં ઈજાગ્રસ્તો રોડ ઉપર જ માલસામાન સાથે ઠુંઠવાયા. શિયાળા ની ઠંડી માં લોકો ઘર માંથી નીકળવાનું ટાળી રહ્યા છે.પરંતુ ભરૂચ ના નેશનલ હાઈવે નંબર ૪૮ પાસે સર્જાયેલા અકસ્માત માં ૩૫ થી વધુ ઈજાગ્રસ્ત મુસાફરો પોતાના નાના ભુલાકો સાથે હાઈવે ઉપર રોડ ની સાઈડ ઉપર શિયાળા ની ઠંડી માં ઠુંઠવાતા નજરે પડ્યા હતા.ત્યારે ભરૂચ ની નર્મદા ચોકડી થી પાલેજ વચ્ચે દોડતા ભારે વાહનો સામે ટ્રાફિક પોલીસે અંકુશ લાવવાની જરૂર જણાઈ રહી છે કારણકે આ માર્ગ ઉપર પંદર દિવસ માં ત્રણ અકસ્માત ના બનાવો બન્યા હોવાની માહિતી સાંપડી રહી છે.
અકસ્માત ના પગલે લુવારા થી ઝાડેશ્વર ચોકડી સુધી વાહનો ની લાંબી કતારજામી. ભરૂચ ના નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર વહેલી સવારે સદા ચાર કલાકે સર્જાયેલ અકસ્માત માં લક્ઝરી બસ હાઈવે ઉપર જ રહી હતી.તો ટેન્કર અકસ્માત બાદ રોડ ઉપર ફંગોરાઈ જતા રોડ વાહન વ્યવહાર માટે બંધ થઈ જતા લુવારા ગામ થી ઝાડેશ્વર ચોકડી સુધી વાહનો ની લાંબી કતારો જામી ગઈ હતી.જે પોલીસે કલાકો ની જહેમત બાદ વાહન વ્યવહાર ને રાબેતા મુજબ કરવાની કામગીરી કરી હતી.
નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર અંધારપટ હોવાના કારણે અકસ્માત સર્જાતા હોવાની બૂમ : બે મહિના માં ૧૨ થી વધુ લોકો ના મોત. ભરૂચ ની નર્મદા ચોકડી થી પાલેજ સુધી ના નેશનલ હાઈવે ઉપર અકસ્માતો વારંવાર સર્જાતા હોય છે.જેમાં દોઢ માસ પહેલા લુવારા નજીક ટેન્કર અને લક્ઝરી બસ માં અકસ્માત સર્જાયો હતો.જેમાં લક્ઝરી બસ માં આગ ફાટી નીકળતા બસ માં સવાર ત્રણ મુસાફરો જીવતા ભૂંજાયા હતા.ત્યાર બાદ અસુરીયા નજીક બે જૈન સાધ્વીઓ ને અજાણયા વાહન ચાલકે અડફેટ માં લેતા સાધ્વીઓ ના મોત નિપજ્યા હતા.જે અનેક નાના મોટા અકસ્માતો માં પણ અનેક વાહનચાલકો ના જીવ ગયા છે.ત્યારે આજે સર્જાયેલ અકસ્માત માં ત્રણ વ્યક્તિઓ ના મોત થતા નેશનલ હાઈવે ૪૮ વાહન ચાલકો માટે યમદૂત બની ગયો હોવાનું લોકો માની રહ્યા છે.