ભારતમાં ઉચ્ચ અભ્યાસ ઇચ્છતા વિદેશી વિદ્યાર્થીઓને સરળતાથી વિઝા મળી રહેશે
નવી દિલ્હી, વિદેશના વિદ્યાથીઓ ભારતની યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે આકર્ષવા કેન્દ્ર સરકાર પ્રયત્નો કરી રહી છે. વિદેશના વિદ્યાર્થીઓને સરળતાથી ભારતના વિઝા મળી રહે એ માટે સરકારે વિઝાની બે સ્પેશિયલ સિરીઝ રજૂ કરી છે.
અધિકારીઓએ જણાવ્યું કે ગૃહ મંત્રાલયે ‘ઈ-સ્ટુડન્ટ વિઝા’ અને ‘ઈ-સ્ટુડન્ટ-એક્સ’ વિઝા રજૂ કર્યા છે અને તમામ અરજદારોએ સરકાર દ્વારા શરૂ કરાયેલા ‘સ્ટડી ઈન ઈન્ડિયા’ પોર્ટલનો ઉપયોગ કરવાનો રહેશે. એસટુ પોર્ટલ પર નોંધાયેલા પાત્ર વિદેશીવિદ્યાર્થીઓ ઈ-સ્ટુડન્ટ વિઝા સુવિધાનો લાભ લઈ શકે છે, જ્યારે ઈ-સ્ટુડન્ટ-એક્સ વિઝા ઈ-સ્ટુડન્ટ વિઝા ધરાવતા લોકોના આશ્રિતોને આપવામાં આવે છે.
ભારતમાં લાંબા ગાળાના અથવા ટૂંકા ગાળાના અભ્યાસક્રમો માટે ભણવા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે એસટુ પોર્ટલ પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવે છે.વિદ્યાર્થીઓએ વિઝા માટે અલગથી પોર્ટલ પર અરજી કરવાની રહેશે, પરંતુ તેમની અરજીની યોગ્યતા એસટુ આઈડી દ્વારા ચકાસવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું કે વિદ્યાર્થીઓએ એસટુ વેબસાઇટ દ્વારા ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અરજી કરવી ફરજિયાત છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇ-સ્ટુડન્ટ વિઝા એવા વિદેશી નાગરિકોને આપવામાં આવશે જેઓ ભારતમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવવા માંગતા હોય અને જેઓ કાયદાકીય અને નિયમનકારી સંસ્થા દ્વારા માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓમાં નિયમિત, ફૂલ ટાઈમ, અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ, પીએચડી અને આવા અન્ય ઔપચારિક પ્રોગ્રામ્સમાં અભ્યાસ કરવા માંગે છે.
અભ્યાસક્રમની અવધિના આધારે વિદ્યાર્થી વિઝા પાંચ વર્ષ માટે ઇસ્યુ કરવામાં આવે છે, તેને વધારી પણ શકાય છે. જેમની પાસે માન્ય ઈ-સ્ટુડન્ટ વિઝા છે તેઓ કોઈપણ ઈચ્છિત ઈમિગ્રેશન બ્રાંચ પરથી ભારતમાં પ્રવેશી શકે છે.
એસટુએ શિક્ષણ મંત્રાલયનો એક ફ્લેગશિપ પ્રોજેક્ટ છે, જે તેની ૬૦૦ થી વધુ ભાગીદાર સંસ્થાઓ દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને હોસ્ટ કરે છે, જેમાં એન્જિનિયરિંગ અને ટેન્કોલોજી, મેનેજમેન્ટ, એગ્રીકલ્ચર, સાયન્સ, આર્ટ એન્ડ હ્યુમેનીટીઝ, લેન્ગ્વેજ સ્ટડીઝ, કોમર્સ, લો, ફાર્મસી, ન‹સગ, પેરામેડિકલ સાયન્સ અને બૌદ્ધ સ્ટડીઝ, યોગ વગેરે જેવા ૮૦૦૦ થી વધુ વૈવિધ્યસભર અભ્યાસક્રમો ઓફર કરવામાં આવે છે.SS1MS