ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી પાંચથી વધુ સરીસૃપ જાનવરોને જીવદયા પ્રેમીઓએ પક્ડયા
પંદરથી વધુ સ્થળો પરથી ત્રણ પાટલા ઘો, બે ધામણ સાપ અને બે પાણીજન્ય સાપને ઝડપી લઈ સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યા.
(વિરલ રાણા, ભરૂચ) ચોમાસા ની શરૂઆત થતા જ દરો માં પાણી ભરાઈ જતા સરીસૃપ જાનવરો દરો માંથી બહાર આવતા હોય છે.ત્યારે આ સરીસૃપ જાનવરો સોસાયટી વિસ્તારો સહિત શહેરી વિસ્તારો માં જોવા મળતા હોય છે.
ત્યારે શહેર ના વિવિધ વિસ્તારો જેવા કે શક્તિનાથ વિસ્તાર ની દેવભૂમિ સોસાયટી,ભારતી રો હાઉસ,લિંક રોડ પર ની આમરપાલી સોસાયટી,મંગલજ્યોત,ઝાડેશ્વર ની મેઘદૂત સોસાયટી, તુલસીધામ સહિત ના વિસ્તારો માં આજરોજસરીસૃપ જાનવરો દેખાતા જીવદયા પ્રેમી રમેશ દવે,જયરામ ગલચર સહિત ના કાર્યકરો પર લોકોના કોલ આવતા તેઓ સ્થળ પર જઈ ને જોતા તે પાટલા ગો,ધામણ સાપ અને બે પાણીજન્ય સાપ મળી આવતા તેઓને રેસ્ક્યુ કરી ઝડપી પાડવામાં આવ્યા હતા.જેમાં ત્રણ પાટલા ગો,બે ધામણ સાપ અને બે પાણીજન્ય સાપનો સમાવેશ થાય છે.
ઝડપી પાડવામાં આવેલ સરીસૃપ જાનવરો ને ઓબ્ઝર્વેશન માં રાખી તેને અનુકૂળ વાતાવરણ માં સુરક્ષિત સ્થળો એ છોડવામાં આવતા હોય છે.જે ઝડપાયેલા આ સરીસૃપો ને પણ તેજ રીતે સુરક્ષિત રીતે જગ્યાએ છોડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ચોમાસા ની ઋતુ શરૂ થતી હોય આવા સરીસૃપો જનાવરો બહાર નીકળતા હોય જેથી લોકો સાવચેતી રાખે તેવી જીવદયા પ્રેમીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.