Western Times News

Gujarati News

અલ્લુ અર્જુન આરોપી નંબર ૧૧ તરીકે ઓળખાવા લાગ્યો

મુંબઈ, ફિલ્મ ‘પુષ્પા ૨’ના પ્રીમિયર દરમિયાન નાસભાગ દરમિયાન એક મહિલાના મોત મામલે તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુન રવિવારે પોલીસ સમક્ષ હાજર થયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે અભિનેતા ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનના એસએચઓ સમક્ષ હાજર થયો હતો અને કોર્ટની ઔપચારિકતા પૂર્ણ કરી અને ત્યાંથી રવાના થયો હતો. આ કેસમાં અલ્લુ અર્જુનને આરોપી નંબર ૧૧ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યો છે.નોંધનીય છે કે આ કેસમાં અલ્લુ અર્જુનને ૩ જાન્યુઆરીએ કોર્ટે નિયમિત જામીન આપ્યા હતા.

કોર્ટના નિર્દેશો મુજબ, અભિનેતાએ દર રવિવારે સવારે ૧૦ થી ૧ વાગ્યાની વચ્ચે બે મહિનાના સમયગાળા માટે અથવા ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી તપાસ અધિકારી સમક્ષ હાજર રહેવું પડશે.

આ સિવાય કોર્ટે અલ્લુ અર્જુનને કોર્ટને જાણ કર્યા વિના પોતાનું સરનામું ન બદલવાનો નિર્દેશ આપ્યો હતો અને મંજૂરી વિના વિદેશ જવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. જ્યાં સુધી આ મામલે નિર્ણય ન લેવાય ત્યાં સુધી આ શરતો અમલમાં રહેશે.૪ ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા ૨’ના પ્રીમિયર દરમિયાન અભિનેતાની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ચાહકો એકઠા થયા હતા અને દરમિયાન નાસભાગ થતા એક ૩૫ વર્ષની મહિલાનું મોત થયું હતું અને તેનો આઠ વર્ષનો પુત્ર ઘાયલ થયો હતો.

દરમિયાન રામગોપાલપેટ પોલીસ સ્ટેશનના પ્રભારીએ અલ્લુ અર્જુનને નોટિસ મોકલીને રવિવારે હોસ્પિટલમાં જવાના તેના પ્લાન પર ફરીથી વિચાર કરવા કહ્યું હતું કારણ કે આ કેસમાં લોકોને વધુ રસ છે. પોલીસે અભિનેતાને એ સુનિશ્વિત કરવા કહ્યું હતું કે તેના હોસ્પિટલ જવાથી હોસ્પિટલના મેનેજમેન્ટ અને દર્દીઓને તકલીફ પડી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.