કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે ષટ્તિલા એકાદશીની ઉજવણી કરવામાં આવી
ભગવાનને રાજાધિરાજાના શણગાર ધરાવામાં આવ્યા. : જીવનમાં દ ને અપનાવો જેવો છે : માણસોએ દાન કરવું, દેવોએ દમન કરવું, અસુરોએ દયા રાખવી જોઈએ. : સાધુ પ્રેમવત્સલદાસજી
પોષ વદ એકાદશી ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને રાજાધિરાજાના શણગાર ધરાવામાં આવ્યા.
તા. ર૦ જાન્યુઆરી ને સોમવાર ના પોષ વદ એકાદશી ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં ષટ્તિલા એકાદશી ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શ્રી મુકતજીવન ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્રારા સમૂહ પ્રાર્થના, સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવી હતી. વચનામૃત અને જીવનપ્રાણ બાપાશ્રીની વાતોનું પઠન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવામાં આવ્યા હતા.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ પોષ વદ એકાદશી અંગે જણાવ્યું હતું કે, આ પોષવદ એકાદશી ને ષટ્તિલા કહેવામાં આવે છે, ષટ્તિલા એકાદશીના દિવસે તલનું દાન કરવાનો આગવો મહિમા છે. તલના લાડુમાં ગુપ્ત ધન મૂકીને દાન કરવામાં આવે છે. માણસ માત્રની ફરજ છે કે, દાન કરવું જોઈએ. જુઓ નિત્ય સૂર્ય પ્રકાશ આપે છે. ઈન્દ્ર વર્ષાદ આપે છે. વાયુ પવન આપે છે. તેમ આપણે નિત્ય દાન કરતું રહેવુ જોઈએ.
અથર્વવેદ કહે છે કે, સો હાથથી એકઠું કરવું અને હજાર હાથે વ્હેચવું જોઈએ. ચાણકય નીતિ સૂત્ર કહે છે કે, અન્નનું દાન કરવાથી ગર્ભહત્યાના પાપ પણ નાશ પામે છે. એક વખત દેવો, માણસો અને અસુરો બ્રહ્માજી પાસે ગયા અને કહયું કે અમને કાંઈક ઉપદેશ આપો, ત્યારે બ્રહ્માએ દેવો, માણસો અને અસુરો કહયું કે, દ…દ… દ… ત્રણે વિચાર કરે કે શું કહે છે આ બ્રહ્માજી ? પછી બ્રહ્માજીએ વિગતે સમજાવ્યું કે, દેવોએ વિષય ભોગમાંથી પાછી વૃત્તિ વાળીને ઈન્દ્રીયો ઉપર દ એટલ કે, દમન કરવું જોઈએ. વિષય ભોગમાંથી મુકત થવું જોઈએ.
જે માણસોએ હોય તેમણે દ એટલે કે, દાન કરવું જોઈએ. અને અસુરો ને દ અટલે કે, તેમણે દયા રાખવી જોઈએ…..સૌ કોઈ જીવ પ્રાણીમાત્ર ઉપર દયા રાખવી જોઈએ…….. આમ, બ્રહ્માજીએ પણ દાન કરવાનો સંદેશો આજથી હજારોવર્ષો પહેલા આપ્યો છે. તે સંદેશાને આપણે સહુ કોઈ જીવનમાં ઉતારવા જેવો છે.