Western Times News

Gujarati News

પોખરણમાં પરીક્ષણ બાદ ભારત પર લાદેલો પરમાણુ પ્રતિબંધ અમેરિકા ૨૬ વર્ષ બાદ હટાવશે

નવી દિલ્હી, અમેરિકાએ ભારત સાથે નાગરિક પરમાણુ ઊર્જા ક્ષેત્રે સહયોગ વધારવા માટે મહત્વની જાહેરાત કરી છે. આ અંતર્ગત ભારતના ઈન્દિરા ગાંધી એટોમિક રિસર્ચ સેન્ટર અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર જેવી સંસ્થાઓને અમેરિકાની નાગરિક પરમાણુ સહકારની પ્રતિબંધિત સૂચિમાંથી દૂર કરવામાં આવશે.

આનાથી પરમાણુ ઊર્જા સંબંધિત ભારતીય કંપનીઓ માટે અમેરિકન કંપનીઓ, સંસ્થાઓ કે એજન્સીઓ સાથે ટેકનિકલ અને વ્યવસાયિક સહયોગ કરવાનો માર્ગ મોકળો થશે.ભારતની મુલાકાતે આવેલા અમેરિકન એનએસએ જેક સુલિવાને નવી દિલ્હીમાં ભાષણમાં આ જાહેરાત કરી હતી.

સુલિવાને કહ્યું હતું કે હું આજે જાહેરાત કરી રહ્યો છું કે અમેરિકન સરકાર વર્તમાન નિયમોમાં ફેરફારોને અંતિમ સ્વરૂપ આપી રહી છે જે ભારતીય અને અમેરિકન કંપનીઓને નાગરિક પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં સહયોગ કરતા અટકાવે છે.

આ અંગેની ઔપચારિક જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે મે ૧૯૯૮માં, બુદ્ધ પૂર્ણિમાના દિવસે, ભારતે રાજસ્થાનના પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ હતાશ અમેરિકાએ ભારત પર પરમાણુ પ્રતિબંધો લાદી દીધા હતાં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.