આસામમાં કોલસાની ખાણમાં ફસાયેલા ૯માંથી ૩ શ્રમિકોનાં મોત
હાફલોંગ, આસામના દીમા હસાઓ જિલ્લામાં કોલસાની ખાણમાં અચાનક પાણી ભરાઈ ગયું હોવાની ઘટના બની છે. આ ઘટનામાં ઓછામાં નવ મજૂરો સોમવારે સવારથી ફસાયેલા છે. આ પૈકીના ત્રણ શ્રમિકોનું મોત નિપજ્યાંના અહેવાલ છે. આ ઘટના આસામ-મેઘાયલની સરહદ પાસે આવેલી પર્વતીય દીમા હસાઓ જિલ્લાના ઉમરંગસૂની કોલસાની ખાણમાં બની છે.
આ મામલામાં પોલીસે ખાણના માલિક પુનીશ નુનિસાની ધરપકડ કરી છે.પ્રાથમિક માહિતી પ્રમાણે ખાણની અંદર ત્રણ મજૂરોના મૃતદેહ પહેલાથી જ મળી ચુક્યા છે, પરંતુ હજુ તેમના મૃતદેહ બહાર કાઢી શકાય નથી. સ્થિતિની ગંભીરતાને જોતા મંગળવારે બચાવ અભિયાન શરુ કરવા માટે એનડીઆરએફની ૩૦ ટીમો અને એસડીઆરએફની આઠ ટીમો ઘટના સ્થળે પહોંચી છે.
ભારતીય નૌકાદળ અને આસામ રાઈફલ્સના ગોતાખોર તથા મેડિકલ ટુકડીઓની સાથે એન્જિનિયર્સ ટાસ્ક ફોર્સ રેસ્ક્યુ ઓપરેશનમાં સામેલ થઈ ગઈ છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, સોમવારે સવારે ૨૭ મજૂરો ખાણની અંદર આવ્યા હતા. પાણીના ધસમસતા પ્રવાહને કારણે કેટલાક મજૂરો ખાણની અંદર ફસાઈ ગયા, જયારે કેટલાકને બહાર કાઢવામાં સફળતા મળી હતી.
આસામ-મેઘાલય સરહદ પાસે આવેલી રેટ માઈનર્સની આ ખાણ ૩૦૦ ફૂટ ઊંડી છે, એમાં ૧૦૦ ફૂટ જેટલું પાણી ભરાઈ ચુક્યું છે, જેના કારણે બચાવ કાર્ય વધુ મુશ્કેલ થઈ ગયું છે. બચાવ ટુકડીઓ ફસાયેલા મજૂરો સુધી પહોંચવા અને તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે પ્રયાસો કરી રહી છે.
બે મોટરની મદદથી પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ત્વરિત મજૂરોને બચાવવા માટે કામગીરી શરુ કરવા આદેશ આપ્યાં છે. એક સાક્ષીના કહેવા પ્રમાણે અચાનક પાણી આવ્યું ગયું, જેના કારણે મંજૂરો ખાણમાંથી બહાર નીકળી શક્યા નહીં.SS1MS