કાજલ અગ્રવાલ ‘કન્નપ્પા’માં માતા પાર્વતીના રોલમાં દેખાશે
મુંબઈ, પરમ શિવભક્ત તરીકે કન્નપ્પાને દક્ષિણ ભારતના દરેક પરિવાર ઓળખે છે. ખૂંખાર શિકારીમાંથી પરમ શિવભક્ત બનેલા કન્નપ્પાની લોકકથા ફિલ્મ સ્વરૂપે આવી રહી છે. મોટા બજેટ સાથે બની રહેલી ‘કન્નપ્પા’માં લીડ રોલ વિષ્ણુ માંચુનો છે.
માતા પાર્વતી તરીકે આ ફિલ્મમાં કાજલ અગ્રવાલનો કેમિયો છે. ફિલ્મમાં કાજલના લૂકને દર્શાવતું પોસ્ટર શેર થયું છે. કાજલ અગ્રવાલે સોશિયલ મીડિયા પર ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કર્યું હતું. કેપ્શનમાં કાજલે લખ્યુ હતું કે, એક સપના જેવો આ રોલ છે.
૨૦૨૫ના વર્ષની દિવ્ય શરૂઆતનો આનંદ છે. આ ફિલ્મમાં પ્રભાસ, અક્ષય કુમાર અને મોહનલાલના પણ સ્પેશિય રોલ છે. કન્નપ્પા તરીકે વિષ્ણુ માંચુની ઝલક અગાઉ ફિલ્મ મેકર્સે શેર કરી હતી. ગત મહિને કિરાત તરીકે મોહનલાલનો પરિચય વિષ્ણુ માંચુએ કરાવ્યો હતો.
મોહનલાલ સાથે સ્ક્રિન શેર કરવાની તક બદલ વિષ્ણુએ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. ૨૫ એપ્રિલ, ૨૦૨૫ના રોજ રિલીઝ થઈ રહેલી ‘કન્નપ્પા’નું ડાયરેક્શન મુકેશ કુમારે કર્યું છે, જ્યારે વિષ્ણુ માંચુના પિતા પ્રોડ્યુસર છે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને ઈંગ્લિશમાં પણ રિલીઝ થવાની છે.
નાસ્તિક શિકારી કન્નપ્પાએ શિવલિંગ પર પગ મૂક્યો હોવાની પ્રતિમા અનેક લોકોએ જોઈ હશે, પરંતુ આ ઘટના પાછળના પરિબળો ફિલ્મમાં જોવા મળશે. કન્નપ્પાએ પોતાના હાથથી બંને આંખો કાઢી ભગવાન શિવને અર્પણ કરી હોવાનું કહેવાય છે. કેટલાક લોકો તેને મહાભારતના અર્જુનનો પુનઃર્જન્મ માને છે, જે કન્નપ્પા તરીકે જન્મ લઈ મોક્ષને પામે છે.SS1MS