હત્યા કે પછી આત્મહત્યા લીંબરવાડા ગામે ગળે ફાંસો ખાધેલી હાલતમાં વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો
મરનાર મીલન અને તેનો નાનો ભાઈ રાહુલ બંને સવારે એટીએમમાથી ૨૮૫૦૦/- ઉપાડયા પછી બંને છુટા પડ્યા…
વિરપુર: મહીસાગર જીલ્લાના વિરપુરના લિંબરવાડા ગામે એક ગોઝારી ઘટના ઘટી છે ૧૫ વર્ષીય યુવાન ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ગામમાં ચકચાર મચી જવા પામ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર વિરપુર તાલુકાના લીંમરવાડાના જમનાવત વિસ્તારનો મીલન રાયભન ઠાકોર નામનો યુવાનની લીંબરવાડા ગામની સીમમાં ઝાળ ઉપર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોય આ મૃતદેહ 15 વર્ષના મીલન ઠાકોરનો હોવાનું ખૂલ્યું હતું. મીલન સારસ્વત હાઈસ્કૂલ વિરપુર 10માં ધોરણનો વિદ્યાર્થી છે. જોકે, આ મૃતદેહ મળી આવ્યા પછી પણ હત્યા હતી કે આત્મહત્યા તેનો ખુલાસો થયો નથી.મીલનના પરિવારજનોને આ ઘટનાની જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રોકકળ મચાવી દીધી હતી. જુવાનજોધ દીકરાના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો મૃતક મીલનના માથે ટોપી હતી અને તેણે બૂટ પણ પહેરેલા હતા. વસ્ત્રોમાં જ લટકી રહેલા મૃતદેહ પરથી હત્યા કે આત્મહત્યા તેનો ભેદ ઉકેલી શકાયો નહોતો.ઘટના બાદ વિરપુર પોલીસ ઘટના સ્થળે આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથધરી હતી. વિરપુર પોલીસના મતે પોસ્ટમોર્ટમ બાદ જ વિદ્યાર્થીની હત્યા થઈ છે કે નહીં તેનો ખુલાસો થઈ શકશે…
મુલનની મૃત્યુના કારણે આખા ગામમાં શોકનો માતમ છવાયો : મરનારનો નાનો ભાઈ રાહુલ ઠાકોર
આજે સવારે ચાર વાગ્યાની આસપાસ મીલન અને હું લુણાવાડા જવા નીકળ્યા હતા ત્યાર પછી એટીએમમાથી ૨૮૫૦૦/- રૂપિયા ઉપાડ્યા પછી અમે ધરે આવવા પાછા ફર્યા હતા બાદમાં મીલન પૈસા ઉપાડીને મને આપ્યાં હતાં રસ્તામા મને કહ્યું કે મારે વિરપુર ટ્યુશન હોવાથી તું મને ઉતારીદે તુ ધરે પાછો જતો રહે પછી હું ધરે આવી ગયો હતો….
પોલીસ અને આચાર્યની સીધી વાત
16 વર્ષીય સગીર મિલન ની ઝાડ પર લટકતી મળી આવેલી લાશ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે અને પ્રાથમિક તપાસમાં પીએસઆઇ એ જણાવ્યું હતું કે મૃતક વિદ્યાર્થી છેલ્લા 2 દિવસ ઉપરાંત થી શાળામાં અભ્યાસ માટે જતો ન હોવાથી તેના પિતાએ ઠપકો આપતા મીલન એ આત્મહત્યા કરી લીધી હતી.જ્યારે મૃતક વિદ્યાર્થી મિલન જે શાળામાં અભ્યાસ કરતો હતો તે શાળાના આચાર્ય હસમુખભાઈએ જણાવ્યું હતું કે મિલન રેગ્યુલર વિદ્યાર્થી હતો અને નિયમિત શાળામાં આવતો હતો ફક્ત ગત શનિવારે જ શાળામાં ગેરહાજર રહ્યો હતો.આમ પોલીસ અને આચાર્ય ની વિરોધાભાસી વિગત મૃતક મિલનના મોત અંગે અનેક શંકા ઉપજાવી રહી છે…..