મારા ઘરના દરવાજા કે કબાટમાં કોઈ તાળાં નથી: સોનુ
મુંબઈ, એક્ટર સોનુ સૂદ પેન્ડેમિક દરિયાન લોકોને મદદ કરીને ઘણો લોકપ્રિય થયો છે, તેના કારણે તેને લોકો વાસ્તવિક જીવનનો ખરો હિરો માનતા થયા છે.
પેન્ડેમિક ગયા પછી પણ તેણે લોકોને મદદ કરવાનું ચાલુ રાખ્યું અને આજે પણ સેંકડો લોકો તેના ઘરે મદદની આશાએ પહોંચી જાય છે. તાજેતરમાં સોનુ સૂદે તેના ઘરમાં ૨૦ કરોડના ટેક્સની ગડબડના પગલે પડેલી ઇનકમટેક્સની રેડ વિશે એક ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી.
સોનુના શબ્દોમાં કહીએ તો તે સમજે છે કે ઇનકેમટેક્સના અધિકારીઓ પોતાની ફરજ નિભાવે છે અને તે જાણતો હતો કે આ પ્રક્રિયમાં સંઘર્ષનો સામનો કરવો જ પડશે.
તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં સોનુ સૂદે જણાવ્યું, “મારા ઘરમાં એક પણ કબાટમાં તાળું નથી, તે ઉપરાંત તેના ઘરનો મુખ્ય દરવાજો પણ ક્યારેય બંધ રહેતો નથી. અમે સવારે ઉઠીએ છીએ, એટલે દરવાજા ખોલી નાખીએ છીએ, જેથી જેને અંદર આવવું હોય એ આવી શકે છે.
છેલ્લાં ઘણા વર્ષથી આવું જ છે. મને કૅમેરા સામે આ વાત કરવામાં પણ કોઈ વાંધો નથી.”સોનુના ઘરમાં સપ્ટેમ્બર ૨૦૨૧માં જ્યારે ઇન્કમ ટેક્સના અધિકારીઓએ મુલાકાત લીધી એ દિવસ અંગે પણ તેણે વાત કરી હતી. સોનુએ ખુલાસો કર્યાે હતો કે એ લોકો બધું જ જોઈ શકતાં હતાં, કારણ કે એ એમની નોકરી કરી રહ્યા હતા.
એ સમયે પણ મારા ઘરની બહાર હજારો લોકો મદદ માટે લાઇનમાં ઊભાં હતાં. સોનુએ એ પણ સ્વીકાર્યું કે આ પ્રસંગ એના જીવનનો એક મહત્વનો દિવસ હતો.
કોઈ પણ માર્ગમાં વિÎન અને સંઘર્ષ આવવાના જ છે. તેણે કહ્યું કે ટ્રોલ અને મુશ્કેલીઓનો સામનો કરવા છતાં તેણે કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેણે કહ્યું કે સાડા ચાર વર્ષ પછી પણ લોકો મદદ માટે લાઇનો લગાવે છે, એ જ મુશ્કેલીઓ સામે ટકી રહેવાની હિંમત દર્શાવે છે.SS1MS