કેટરિના કે પ્રિયંકાનો ચાર્મ તુટ્યો, હાનિયા આમિરની દીવાનગી વધી
મુંબઈ, પાકિસ્તાનના કેટલાય કલાકાર ભારતીય લોકોના દિલ પર રાજ કરે છે. હાનિયા આમિર પણ આવી જ એક સ્ટાર છે. ફેન્સ તેના ડ્રામા અને વીડિયોઝ ખૂબ જ પસંદ કરે છે. ઈન્સ્ટાગ્રામ પર પણ હાનિયા ખૂબ જ એક્ટિવ રહે છે. બોલીવુડ ગીત સાથે તેને સ્પેશિયલ કનેક્શન છે.
રેપર બાદશાહ અને દિલજીત દોસાંઝ સાથે પણ તે જોવા મળી હતી. સ્ટાઈલ અને ફેશન એટલી શાનદાર છે કે ફોટોઝ પર મિનિટોમાં લાખો લાઈક આવી જાય છે.હાનિયા આમિર ૨૭ વર્ષની છે. કેટલાય સુપરહિટ પાકિસ્તાની ડ્રામામાં તે જોવા મળી છે. એક્ટ્રેસે ‘મેરે હમસફર’ અને ‘કભી મેં કભી તુમ‘ જેવા ડ્રામાને ઈન્ડિયામાં ખૂબ પ્રેમ મળ્યો.આમ તો પાકિસ્તાનના ઘણા સ્ટાર્સ ફેમસ છે. પણ હાનિયા થોડી સ્પેશિયલ છે.
ઈન્ડિયન ફેન્સ તેને ખૂબ પસંદ કરે છે. નાનપણથી હાનિયાએ જે પહેલી મૂવી જોઈ હતી, તે શાહરુખ ખાનની ‘બાદશાહ’ હતી.૧૭ મિલિયન યુઝર્સ એક્ટ્રેસને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. હાનિયા હંમેશા બોલીવુડના ગીતો પર ડાન્સ કરે છે. હાલમાં જ તેણે એક લગ્નમાં ‘ચિકની ચમેલી’ સહિત કેટલાય બોલીવુડ ગીતો પર પરફોર્મન્સ આપ્યું હતું.અભિનેત્રીને એક્ટિંગને પણ ફેન્સ ખૂબ પસંદ કરે છે.
તેના પહેલા પાકિસ્તાની ડ્રામાનું નામ ‘તિતલી’ છે. જે વર્ષ ૨૦૧૭માં રિલીઝ થયું હતું. આ અગાઉ ૨૦૧૬માં તે એક કોમેડી મૂવીમાં દેખાઈ હતી.હાનિયા સાથે જોડાયેલ તમામ નાના મોટા અપડેટ ઈન્ટરનેટ પર વાયરલ થતા હોય છે. એક્ટિંગ સાથે ફેન્સ તેની ફેશન સેન્સના પણ વખાણ કરે છે. દરેક લુકમાં તે શાનદાર લાગે છે.ભારતમાં હાનિયા એટલા માટે ચર્ચામાં રહે છે કેમ કે તેનું નામ બાદશાહ સાથે જોડાયું.
બંનેના રિલેશનશિપની ખૂબ ચર્ચા થઈ. પણ બંને સ્ટાર્સનું કહેવું છે કે તેઓ સારા દોસ્ત છે. દિલજીતના કોન્સર્ટમાં પણ હાનિયા પહોંચી હતી.પાકિસ્તાનના રાવલપિંડીમાં હાનિયાનો જન્મ થયો હતો. પ્રાથમિક શિક્ષણ બાદ નેશનલ યુનિવર્સિટી ઓફ કોમ્પ્યુટર એન્ડ ઈમ‹જગ સાયન્સિસથી ગ્રેજ્યુએશન કરવાનો નિર્ણય લીધો. પણ બે અભ્યાસ ચાલુ રાખી શકી નહીં અને ડ્રોપઆઉટ કર્યું.SS1MS