સૈફની લાડલી સારા મલ્લિકાર્જૂન જ્યોતિર્લિગના દર્શને પહોચી
મુંબઈ, સારા અલી ખાન નવા વર્ષના પહેલા સોમવારે શ્રીસૈલમમાં સ્થિત મલ્લિકાર્જૂન જ્યોતિ‹લગના દર્શન કરવા માટે પહોંચી હતી. દર્શન કર્યા બાદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર અનેક ફોટા શેર કર્યા.બોલીવુડ અભિનેત્રી ભગવાન ભોલેનાથની મોટી ભક્ત છે.
અવારનવાર તે સોશિયલ મીડિયા પર ભોલેનાથના મંદિરમાં માથું ટેકવાના ફોટા શેર કરતી રહે છે. અભિનેત્રી નવા વર્ષના પહેલા સોમવારે મહાદેવના દ્વાર પહોંચી અને માથું ટેકવ્યુ હતું.સારા અલી ખાન આ અગાઉ કેદારનાથ, ઉજ્જૈનના મહાકાળ અને વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવાના ફોટા શેર કરી ચૂકી છે. અમરનાથ ગુફાના દર્શનના વીડિયો પણ તેણે શેર કરેલા છે.
વર્કળન્ટની વાત કરીએ તો સારા છેલ્લે ‘મર્ડર મુબારક’ ફિલ્મમાં જોવા મળી હતી. તેમાં તેની સાથે કરિશ્મા કપૂર અને વિજય વર્મા પણ હતા. આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મથી લોકોને ઘણી આશાઓ હતી. પરંતુ ફિલ્મ જોયા બાદ લોકોએ તો જાણે માથા પછાડ્યા.
આ અગાઉ વિક્કી કૌશલ સાથે ‘જરા હટકે જરા બચકે’ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ લોકોને પસંદ પડી હતી. જલદી સારા અક્ષયકુમાર સાથે ‘સ્કાય ફોર્સ’માં જોવા મળશે. આ ફિલ્મ ૨૪ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ રિલીઝ થશે.SS1MS