GLS UNIVERSITYના આંગણે મ્યુનિસિપલ સ્કુલના બાળકોનો આનંદોત્સવ
અમદાવાદ, તા.૦૮/૦૧/૨૦૨૫ ના રોજ GLS યુનિર્વસીટી ની FACULTY of COMMERCE ધ્વારા મ્યુનિસિપલ શાળા નં-૨ તથા શાળા નં-૨૬ માંથી ૪૦ બાળકો તથા ૨ શિક્ષકો સાથે ‘PRAYAS-CHARITY WITH SMILE’ કાર્યક્રમની ઉજવણી કરેલ.GLS UNIVERSITY ના Registrar ડો.ધ્રુવ બ્રહ્મભટ્ટ હાજર રહેલ.
ડો.ધ્રુવ બ્રહ્મભટ્ટે સ્કુલના બાળકોને પ્રોત્સાહિત કરતા જણાવેલ કે જીવનમાં શિક્ષણ તથા અન્ય કૌશલ્ય વિકાસ ડગલે ને પગલે જરૂરી છે અને તે માટે હંમેશા મહેનત કરવી જોઈએ. કોલેજના વિદ્યાર્થીઓને તેઓ શ્રી કહે છે કે આ પ્રકારના ‘ પ્રયાસથી એક સુશિક્ષિત નાગરિક તરીકે તમારામાં સમાજસેવાની સંવેદના ઉદ્ભવે છે તથા ભવિષ્યમાં એક જવાબદાર નાગરિક તરીકે દેશના સર્વાંગી વિકાસમાં તમે સિંહફાળો આપી શકો છો.’
આ કાર્યક્રમમાં પ્રાર્થના બાદ વિવિધ પ્રકારની રમત ગમત દ્વારા મનોરંજન કરવામાં આવેલ. માઇન્ડગેમ જેવી કે એક્શન-રીએક્શન,ટંગ ટવીસ્તર,અંતાક્ષરી તથા ક્વીઝ.બધા બાળકોએ ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.આ ઉપરાંત ગીત-સંગીત નો કાર્યક્રમ પણ ખુબ રસપ્રદ રહ્યો.તદુપરાંત just minute જેવી નવીનતમ રમતોનો આનંદ માણેલ.તમામ બાળકોને સ્ટેશનરી પાઉચ,સ્ટેશનરી કીટ,બિસ્કીટ,ચોકલેટ,સરપ્રાઈઝ ગીફ્ટ,મોજા,પેન તથા ઉત્તરાયણ નજીક આવતી હોવાથી તે નિમિતે પતંગનો સુંદર સેટ ભેટ આપવામાં આવેલ.
સ્કુલના બાળકો માટે કોલેજ ઓડીટોરીયમ ઉલ્લાસસભરઉજવણીનું સ્થળ બની ગયેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન focના સેમેસ્ટર ૨ ના વિદ્યાર્થીઓ તથા ડો.કૃપા ભટ્ટ,ડો.સ્નેહા માસ્ટર,ડો.ભૂમિકા આંસોદરીયા, ડો.કૃતિ શાહ તથા ડો.બિમલ સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ.