સરદાર પટેલને રજવાડા એક કરતા નાકે દમ આવી ગયો હતો પ્રજાએ ઈતિહાસમાંથી શિખવાની જરૂર છે ?!
સુપ્રિમ કોર્ટ એ બંધારણીય મૂલ્યોની રખેવાળ છે અને ભારતીય નાગરિકોના વિશ્વાસનું પ્રતિક છે ત્યારે તમામ પ્રકારના “સત્તાવાંચ્છુકો”ને અંકુશમાં રાખવા અને દેશની એકતા મજુબત રાખવા ન્યાયધર્મની પ્રથમ ફરજ છે !!
સાંપ્રદાયીક વિવાદો ભડકાવવા વિદેશી તાકાતો પણ રસ લઈ શકે છે ભારતના સરદાર વલ્લભભાઈ પટેલે દેશના તમામ રજવાડા એક કરતા નાકે દમ આવી ગયો હતો ભારતની પ્રજાએ ઈતિહાસમાંથી શિખવાની જરૂર છે ?!
તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે ! જેમાં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી રંજન ગોગોઈ, જસ્ટીસ શ્રી ડી. વાય. ચંદ્રચુડ, જસ્ટીસ શ્રી એસ. એ. બોબડે, જસ્ટીસ શ્રી અશોક ભૂષણ, જસ્ટીસ શ્રી એસ. એ. અબ્દુલનઝીરની ખંડપીઠે ચુકાદો આપી કથિત રામજન્મભૂતિ રામ મંદિર બાંધવા માટે દાવેદારોને સોંપી દીધી અને મસ્જીદ બનાવવા અલગ જમીન ફાળવવા હુકમ કરી પ્રશ્ન પર બુÂધ્ધજીવી ન્યાયાધીશોએ પૂર્ણ વિરામ મુકયું ?!
પણ મંદિર – મસ્જીદને લઈ નવા દાવા થતાં સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશો ચિંતામાં પડયા છે ! દેશની અખંડિતતા અને માનવ જાતની એકતાની કદાચ દેશના નેતાઓને ના પડી હોય કારણ કે સત્તા આગળ શાણપણ નકામું છે ?! ભારતમાં બંધારણ સર્વાેપરી કાયદો છે !! ત્યારે દેશની સુપ્રિમ કોર્ટે આ જોવું અગત્યનું છે ! નહીં તો ભારતમાં એકતા જોખમાશે કર્તવ્ય એ જ ધર્મ છે ! સુપ્રિમ કોર્ટ એ બંધારણની રખેવાળ અને લોકોના વિશ્વાસનું પ્રતિક છે ! દેશમાં વકરી રહેલા સાંપ્રદાયિક વિવાદોનો ઉકેલ બંધારણીય મૂલ્યોના દિવ્ય પ્રકાશમાં નહીં કરાય તો તમામ પ્રકારના સત્તાવાંચ્છુકો દેશને ખાડે નાંખી શકે છે ??????!! – તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા –
મહાન વિચારક જોન વેબસ્ટરે કહ્યું છે કે, આ દુનિયામાં પહેલું લોહી રેડાયું હોય તો ધર્મના નામે!! જયારે નેપોલિયન બોનાપોર્ટ કહે છે કે, સૃષ્ટિના આરંભથી કોઈ ધર્મ અÂસ્તત્વમાં આવ્યો હોત તો હું તેમાં માનતો હોત પણ બધાં ધર્માે તો માણસે બનાવેલા છે!! સામાન્ય રીતે ધર્મએ માનવીમાં નૈતિકતા, સદાચાર અને માનવતા ઉજાગર કરે છે !
પરંતુ સમય સાથે ધર્મની સાંપ્રદાયિકતામાં રૂઢિચુસ્તતા અને સાંપ્રદાયિક પરિવારવાદની ભાવનામાં ઉગ્રતાનો પ્રસાર થતાં સમગ્ર વિશ્વમાં અનેક સમસ્યાઓનું સર્જન થયું છે ! તેના ઉકેલમાં ધાર્મિક દંગાઓ થયા ! અદાલતોમાં દાવાઓ થયા છે ! પરંતુ બુÂધ્ધજીવી વિચારવાદીઓએ તેના ઉકેલ માટે સભાનતાપૂર્વક માનવ જાતના વ્યાપક હિતમાં નિર્ણયો કરતાં રહ્યા છે ! ત્યારે મંદિર – મસ્જીદ – ગુરૂદ્વારા કે ચર્ચ અંગેના સંભવિત વિવાદોનો ઉકેલ શું ?!
અયોધ્યાનું રામ મંદિર બન્યા પછી પણ સાંપ્રદાયિક ધર્માેના કથિત ઠેકેદારો આમને – સામને આવી જાય છે કાં તો પડદા પાછળથી રાજકીય દોરી સંચર એવી રીતે થાય છે કે લોકો સાંપ્રદાયિક કથિત રજકારણના વિવાદાસ્પદ રાજકીય ચક્રવ્યુહમાં સંડોવાયેલા જ રહે તેનો ઉકેલ શું ?!
મહાન તત્વજ્ઞાની વિચારક જોન સ્ટુઅર્ટ મિલ કહે છે કે, જે વાતો બીજી કોઈ રીતે માણસને ગળે ન ઉતારી શકાય તે ઉતારવા માટે ધર્મની મદદ લેવાય છે!! રામજન્મ ભૂમિ પર રામ મંદિર બાંધવાનો વિવાદ દાયકાઓ સુધી ચલાવાયો અંતે ધર્મને નામે લોહી ન રેડાય તે માટે સુપ્રિમ કોર્ટમાં બેઠેલા બુÂધ્ધજીવી પાંચ ન્યાયાધીશોએ રામજન્મ ભૂમિ પર રામ મંદિર બાંધવા માટેની જમીન તે અંગેનો દાવો કરનારાઓને સોંપી !
અંતે પ્રાણ પ્રતિષ્ઠા પુરી થઈ ગઈ ! પણ ધાર્મિક વિવાદો ચાલુ રખાય છે ?! તેની પાછળનું રાજકારણ શું છે ?! તો કોઈ કહે છે કે, સત્તાનું રાજકારણ છે ?! કોઈ કહે છે કે, તેમાં ધાર્મિક કટ્ટરવાદીઓનો ચક્રવ્યુહ છે ! તે કોઈ કહે છે કે, વિદેશી તત્વો જુદા જુદા સંપ્રદાયવાળાઓને હાથા બનાવીને ધાર્મિક સંપ્રદાયિક વિવાદો ચાલુ રાખી ભારત દેશને નબળો પાડવાનું છુપુ ષડયંત્ર છે ?! સત્ય ગમે તે હોય ધર્મ અને અધર્મને સમજવા શ્રી ક્રિશ્ને શ્રીમદ્દ ભાગવદ્દ ગીતામાં કહ્યું છે એ જ સત્યની નજીક છે !!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.