પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતો નકલી તબીબ પાટણના વાઘણા ગામે ઝડપાયો
પાટણ, પાટણ પોલીસ વડા વી.કે.નાયી તરફથી પાટણ જિલ્લામાં પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી (બોગસ) ડૉક્ટર પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સૂચના અનુસાર પાટણ એસઓજી પો.ઈન્સ. જ.જી.સોંલંકીના માર્ગદર્શન મુજબ એસઓજી પોલીસ કર્મચારીઓ કાકોશી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા
દરમિયાન તાવડિયા ગામ પાસે આવતા બાતમી મળેલ કે વાધણા ગામે દુકાનમાં મનિષકુમાર નટવરલાલ પટેલ (રહે.રાજપુર, તા.સિદ્ધપુર)વાળા કોઈપણ જાતની ડૉક્ટરની ડિગ્રી મેળવ્યા સિવાય અને મેડિકલ લાયસન્સ ધરાવતા નહીં હોવા છતાં દવાખાનું ચલાવે છે
અને બીમાર લોકોને તપાસી દવા તથા ઈન્જેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે કૃત્ય કરી તેમના પર ગે.કા. મેડિકલ પ્રેક્ટિસ કરીદવા તથા સાધનો દ્વારા બીમાર વ્યક્તિઓને પોતે ડૉકટર નહીં હોવા છતાંયે તપાસી છેતરપિંડી કરી રહ્યા છે.
જે હકીકત આધારે પાટણ એસઓજી ટીમે વાઘણા ગામે છાપો મારી ઘટના સ્થળેથી ઈન્જેકશનો, દવાઓ, મેડિકલ સાધનો મળી કુલ રૂ.પ૩,૩૩૦ના મુદ્દામાલ સાથે બોગસ તબીબ મનિષકુમાર નટવરલાલ પટેલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.