Western Times News

Gujarati News

ગાંધીનગરમાં અંદાજિત ૧૦ હજાર ઘરોમાં પાણીના મીટરો લગાવાયા

પ્રતિકાત્મક

હવે નવા સેકટરોમાં કામ શરૂ કરાશે ઃજો કે, નવા સેકટરોમાં નવી સિસ્ટમ સક્રિય થયા બાદ મીટર લગાવામાં આવશે

ગાંધીનગર, ગાંધીનગરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અન્વયે ર૪ કલાક પાણી આપવાનું આયોજન છે. જો કે, હજુ આ યોજનાનું કામ હવે પૂર્ણતાના આરે છે. સેકટરોમાં લાઈનો નાંખવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે સે.૧૪થી ૩૦માં ૧૦ હજાર ઘરોસહિત વિવિધ એકમોમાં પાણીના મીટર લગાવી દેવામાં આવ્યા છે જ્યારે હવે નવી સિસ્ટમ સક્રિય થયા બાદ સેકટર ૧થી ૧૩માં કામગીરી હાથ ધરવામાં આવશે.

ગાંધીનગરમાં ર૪ કલાક પાણી સપ્લાય કરવાનું આયોજન છે. આ અન્વયે પ્રેસર પમ્પ ટેકનિકથી પાણી વિતરણ કરવામાં આવશે. સેકટરોમાં ર૪ કલાકની સાથે પાણી ત્રીજા માળે પહોંચશે તેમ પણ જણાવામાં આવી રહ્યું છે જ્યારે આ માટે પાણી વિતરણની લાઈનોમાં જરૂરી પ્રેસર અર્પણ અનિવાર્ય છે. પાણી પુરવઠા દ્વારા હાલ નવી લાઈનનું ટેસ્ટીંગ પણ કરવામાં આવી રહ્યું છે.

નવી નાંખેલી લાઈનોના ટેસ્ટીંગ કરવાનું અનિવાર્ય બને છે. સેકટરોમાં પૂરતા પ્રેશરથી પાણી છોડીને ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે અને આ દરમિયાન જાઈન્ટસમાં લીકેજીસની સમસ્યા પણ ઉદ્દભવે છે. પાણીના વિતરણની લાઈનો નાંખવાનું કામ પૂર્ણ કરવાની સાથે સેકટર ૧પથી ૩૦માં ઘર સહિતના એકમોમાં મળીને ૧૦ હજાર મીટર પણ લગાવી દેવામાં આવ્યા હતા. સેકટર ૧૪માં કામગીરી પૂર્ણતાના આરે છે. જ્યારે સેકટર ૧થી ૧૩માં હવે મીટર લગાવવાનું શરૂ કરવામાં આવનાર છે.

પરંતુ તે કામગીરી પૂરી થાય તેની રાહ જોયા વગર સિસ્ટમને રનિંગ કરવાનું આયોજન છે. શહેરમાં પાણી ગટરની નવી લાઈન નાંખવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે જ્યારે ગટર લાઈનનું કામ પણ મોટાભાગે થઈ ગયું છે. નવા સેકટરોમાં બાકી કામ ચાલી રહ્યું છે ત્યારે પાણીની લાઈનના કામ બાદ હવે બાકી રહેતા ઘરોમાં મીટર લાગવાની કામગીરીમાં પણ ઝડપ કરવામાં આવશે તેમ પણ સૂત્રોએ જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.