લાસ એન્જલસની આગ પૃથ્વી પરનાં સ્વર્ગ સમાન હોલીવુડ-હીલ્સ સુધી પહોંચી
પ્રમુખ બાયડેને વિદેશ યાત્રા રદ્દ કરી
દક્ષિણ કેલિફોર્નિયાના સમુદ્રતટથી અંદરના વિસ્તારમાં ભભૂકી ઉઠેલો દાવાનળ હવે પૃથ્વી ઉપરના સ્વર્ગ સમાન હોલિવૂડ હીલ્સ સુધી પહોંચી ગયો છે
લોસ એન્જલસ ,
દક્ષિણ કેલિફોર્નિયાના સમુદ્રતટથી અંદરના વિસ્તારમાં ભભૂકી ઉઠેલો દાવાનળ હવે પૃથ્વી ઉપરના સ્વર્ગ સમાન હોલિવૂડ હીલ્સ સુધી પહોંચી ગયો છે. અનેક સેલિબ્રિટીઝને તેઓના ઘરો ખાલી કરી નાસી જવું પડયું છે. ઘરો તો ભસ્મીભૂત થઈ ગયા છે. ઓસ્કાર એવોર્ડ મોકુફ રખાયો છે. પ્રમુખ જો બાયડેન તેઓની વિદેશ યાત્રા – ઇટાલીની મુલાકાત રદ કરી છે.મંગળવારથી શરૂ થયેલી આગ સમુદ્ર ઉપરથી ૫૦ માઇલની ઝડપે ફૂંકાતા પવનોને લીધે બેકાબુ બની ગઈ છે. સેંકડો ઘરો આગની ઝપટમાં આવી ગયા છે. ખ્યાતનામ ફિલ્મી હસ્તીઓ સહિત હજ્જારો લોકોને તે વિસ્તાર ખાલી કરાવવો પડયો છે.આગ એટલી વ્યાપક છે કે ૧૧૦ લાઇબંબાઓ કામે લગાડયા છે.
છતાં કાબુમાં આવી શકી નથી. બીજા લાઈબંબાઓ બોલાવવા પડયા છે. હેલિકોપ્ટર્સથી જળ છંટકાવ કરવો ભયાવહ હોઈ વિમાનો દ્વારા જળ છંટકાવ થઈ રહ્યો છે. પ્રમુખ બાયડેને સમવાયતંત્ર તરફથી તમામ સહાય કરવામાં વચન પ્રમાણે સમવાયતંત્રના અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા છે. જો બાયડેને ઠ ઉપર લખ્યું હતું કે, અમે જે કંઈ બને તેટલું જે કંઈ જરૂરી હોય તેટલું જેટલા સમય સુધી જરૂરી હોય તેટલું કરવા તૈયાર જ છીએ. કેલિફોર્નિયાની આગ કાબુમાં લાવવી જ પડશે અને તે પછી કેલિફોર્નિયાને બેઠુ કરવામાં પણ તમામ સહાય પહોંચાડવામાં આવશે જ. આપણે જાણીએ જ છીએ કે તે માટે સમય પણ ઘણો જશે. સમવાયતંત્રી સરકાર તમારી સાથે જ છે.
સાથે જ રહેશે.આ વડવાનલે (જંગલની આગે) પૃથ્વી પરના સ્વર્ગ સમાન હોલિવૂડ હીલ્સને ઘેરી લીધી છે. તેથી ખ્યાતનામ હાસ્ય કલાકાર બિલી ક્રિસ્ટલ અને તેમનાં પત્ની ૪૫ વર્ષથી જે ઘરમાં રહેતા હતા તે ઘર છોડી બહાર નીકળી જવું પડયું હતું. તેઓએ કહ્યું હું અને જેનીસ ૧૯૭૯થી આ ઘરમાં રહેતાં હતાં. અહીં જ મારા પુત્રો અને પૌત્રોને ઊછેર્યા હતા. તે ઘર પ્રેમથી ભર્યું ભાદર્યું રહેતું હતું. તેનાં સુંદર સંસ્મરણો કદી ભૂલાશે નહીં. તેમ બિલિ ક્રીસ્ટલે એક્સ પર પોતાનું હૃદય ઠાલવતાં લખ્યું હતું.ss1