ભવિષ્ય ‘યુદ્ધ’માં નહીં, પરંતુ ‘બુદ્ધ’માં છેઃ પીએમ મોદી
ભુવનેશ્વરમાં ૧૮માં પ્રવાસી ભારતીય સંમેલનમાં વડાપ્રધાનનું સંબોધન
આપણે એ દેશોના નિયમો અને પરંપરાઓનું સન્માન કરીએ છીએ તથા પ્રામાણિકતાથી એ દેશ અને તેમના સમાજની સેવા કરીએ છીએ
ભુવનેશ્વર,
વિશ્વ આજે ભારતનું સાંભળે છે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશના વારસના કારણે તે આંતરરાષ્ટ્રીય સમુદાયને એ સમજાવી શક્યું છે કે ભવિષ્ય ‘યુદ્ધ’માં નહીં, પરંતુ ‘બુદ્ધ’માં છે. ઓઢિશામાં ભુવનેશ્વરમાં ૧૮માં પ્રવાસી ભારતીય સમારોહમાં પ્રવાસી સમુદાયને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ ઉમેર્યું કે, ભારત ફક્ત લોકશાહીની જનની નથી, પરંતુ લોકશાહી અહીંયાના લોકોના જીવનનો હિસ્સો છે. આજે દુનિયા ભારતની વાત સાંભળે છે, જે ફક્ત પોતાના વિચારો જ નહીં, પરંતુ ગ્લોબલ સાઉથના વિચારોને પણ મજબૂત રીતે રજૂ કરે છે.
જે સમયે દુનિયા તલવારના બળ પર સામ્રાજ્યનો વિસ્તાર જોઈ રહી હતી, એ સમયે સમ્રાટ અશોકે શાંતિનો માર્ગ પસંદ કર્યાે હતો. આ ભારતના વારસાની તાકાત છે. આ વારસાના કારણે જ ભારત દુનિયાને એ જણાવવામાં સક્ષમ છે કે ‘ભવિષ્ય યુદ્ધમાં નથી, બુદ્ધમાં છે.’આ સાથે પીએમ મોદીએ કહ્યું કે, તેમણે હંમેશા પ્રવાસી ભારતીયોને એ દેશોમાં ભારતના રાજદૂત માન્યા છે, જ્યા એ રહે છે. આપણને વિવિધતા શીખવવાની જરુરિયાત નથી, પરંતુ આપણું જીવન વિવિધતા પર ચાલે છે. એટલા માટે ભારતીયો જયાં પણ જાય છે, ત્યાં એ વિશેષ સ્થાનના સમાજનો હિસ્સો બની જાય છે. આપણે એ દેશોના નિયમો અને પરંપરાઓનું સન્માન કરીએ છીએ તથા પ્રામાણિકતાથી એ દેશ અને તેમના સમાજની સેવા કરીએ છીએ. તે દેશના વિકાસ અને સમૃદ્ધિમાં યોગદાન આપીએ છીએ.ss1