Western Times News

Gujarati News

ગુજરાતનો હેરસ્ટાઇલિસ્ટ ચર્ચાનું કેન્દ્ર બન્યો, દેશભરમાં ટોચના હેરસ્ટાઇલિસ્ટ તરીકે ઉભર્યો

રાજકોટ09 જાન્યુઆરી2025 – ગુજરાતમાં રાજકોટના બોનાન્ઝા બ્યૂટી લાઉન્જના ભાવિન બાવળિયાએ ગોદરેજ પ્રોફેશનલ સ્પોટલાઇટના વિજેતા બનીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ગોદરેજ પ્રોફેશનલ સ્પોટલાઇટ એવુ પ્લેટફોર્મ છે જે હેરસ્ટાઇલિસ્ટ્સને રાષ્ટ્રીય સ્તરે નામ અપાવે છે.  Gujarat based hairstylist takes the spotlight, emerges as the top hair stylist nationally.

ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (જીસીપીએલ)ની હેર કલર અને હેર કેર ઓફર કરતી અગ્રણી પ્રોફેશનલ હેર બ્રાન્ડ ગોદરેજ પ્રોફેશનલ્સ દ્વારા આયોજિત સ્પોટલાઇટનો ઉદ્દેશ અદ્વિતીય હેરસ્ટાઇલિંગ પ્રતિભાઓની ઓળખ કરવાનો અને તેમની વ્યવસાયિક વૃદ્ધિને ટેકો આપવાનો છે.

 મુંબઈમાં યોજાયેલી ગ્રાન્ડ ફિનાલેમાં દેશભરમાંથી આવેલી 400થી વધુ એન્ટ્રીમાંથી 30 પ્રતિભાશાળી ફાઇનલિસ્ટ્સને પસંદ કરવામાં આવ્યા હતા. દરેક ફાઇનલિસ્ટે ઝાકઝમાળભરી ગ્રાન્ડ ફિનાલેમાં રેમ્પ પર ગોદરેજ પ્રોફેશનલના સરીયલ કલેક્શન દ્વારા પ્રેરિત ક્યુરેટેડ હેર કલર લુક્સ રજૂ કર્યા હતા. ભાવિન બાવળિયાએ અન્ય 29 ફાઇનલિસ્ટ્સ સાથે ગ્રાન્ડ ફિનાલે ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને પોતાની અનોખી હેર કલર રચનાઓ દર્શાવી હતી.

તેમની અદ્વિતીય કારીગરી અને કુશળતાએ તેમને વિજેતા બનાવ્યા હતા અને તેમની વ્યવસાયિક આકાંક્ષાઓ પૂરી કરવા માટે રૂ. 5 લાખનું ફંડ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગોદરેજ પ્રોફેશનલના બ્રાન્ડ એમ્બેસડર શરવારી દ્વારા તેમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

 ગોદરેજ પ્રોફેશનલ સ્પોટલાઇટ ઇવેન્ટના વિજેતા ભાવિન બાવળિયાએ જણાવ્યું હતું કે ગોદરેજ પ્રોફેશનલ સ્પોટલાઇટ એવોર્ડ મેળવીને હું ખરેખર સન્માનિત છું. આ પ્રકારના પ્લેટફોર્મનો ખ્યાલ રજૂ કરવા અને હંમેશા સલૂન કમ્યૂનિટીને સમર્થન આપવા બદલ હું ગોદરેજ પ્રોફેશનલ્સનો આભાર માનું છું.

ઉદ્યોગ નિષ્ણાંતો પાસેથી જાણવાની તક અમૂલ્ય હતી અને તેણે મારી કારીગરીને વધારવા માટે મને પ્રેરિત કર્યો છે. આ એક સ્પર્ધાત્મક પ્લેટફોર્મ હતું અને મારી સાથે રહેલા અન્ય લોકો સાથે વાતચીત કરીને મને ખૂબ આનંદ થયો. આ માન્યતાએ મારા સ્વપ્નોને વેગ આપ્યો છે અને મને આશા છે કે મારી સાથે આટલા જાણીતા નિષ્ણાંતો છે ત્યારે હું વાળની અનોખી દુનિયામાં એક કાયમી છાપ છોડીશ.

 ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (જીસીપીએલ)ના જનરલ મેનેજર અભિનવ ગાંધીએ જણાવ્યું હતું કે ગોદરેજ પ્રોફેશનલ સ્પોટલાઇટને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદથી અમે ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. આ પ્લેટફોર્મે ન કેવળ પ્રતિભાશાળી હેરસ્ટાઇલિસ્ટ્સને તેમની રચનાત્મકતા બતાવવા માટેની તક આપી છે પરંતુ તે શિક્ષણ અને તાલીમ માટે અમારી પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે.

આ પહેલ થકી અમે સ્ટાઇલિસ્ટ્સને સતત સ્પર્ધાત્મક બની રહેલા બજારમાં શ્રેષ્ઠતા મેળવવા માટે જરૂરી કુશળતા અને એક્સપોઝરથી સશક્ત કરવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ. ભારતના સલૂન પ્રોફેશનલ્સને આગળ લાવવા અને તેમનું જતન કરવા માટે અમારી લાંબા ગાળાની પ્રતિબદ્ધતા તરફનું આ વધુ એક પગલું છે.

 ભાવિન બાવળિયા ઉપરાંત અન્ય બે વિજેતાઓમાં કોલકાતાની કાઇક્સો એકેડમીની પ્રિયંકા સિંહા અને બેંગાલુરુની લવ સલૂનની લલ્તલન કિમી સમાવિષ્ટ હતી. વિજેતાઓને યિઆન્ની ત્સાપાતોરી (ક્રિએટિવ ડિરેક્ટર – હેરગોદરેજ પ્રોફેશનલ)મોનિકા બહલ (સીઈઓબ્યૂટી એન્ડ વેલનેસ સેક્ટર સ્કીલ કાઉન્સિલ) સહિતની પ્રતિષ્ઠિત જ્યુરી પેનલ તથા અભિનેત્રી અદા ખાન અને હેલી શાહની સ્પેશિયલ ગેસ્ટ જ્યુરી દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા.

 સ્પોટલાઈટ થકી ભાવિન અને અન્ય 29 શોર્ટલિસ્ટેડ હેરસ્ટાઈલિસ્ટ્સ બ્યુટી એન્ડ વેલનેસ સેક્ટર સ્કિલ કાઉન્સિલ (બીએન્ડડબ્લ્યુએસએસસી) દ્વારા ઓફર કરવામાં આવેલ રેકગ્નિશન ઓફ પ્રાયર લર્નિંગ સર્ટિફિકેશન પ્રોગ્રામ મેળવ્યો હતો. બીએન્ડડબ્લ્યુએસએસસી એ કુશળતા વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય હેઠળ નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ (એનસીવીઈટી)ની એવોર્ડિંગ બોડી છે.

આ પ્રોગ્રામ દ્વારા હેરસ્ટાઈલિસ્ટ્સને નેશનલ સ્કીલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક (એનએસક્યુએફ) સાથે સંલગ્ન ભારત સરકારનું પ્રમાણપત્ર મળ્યું હતું. લલ્તલન હવે આ પ્રમાણપત્રનો ઉપયોગ વ્યાવસાયિક પ્રયાસો માટે લોન મેળવવા માટે કરી શકે છે. ગોદરેજ પ્રોફેશનલ સ્પોટલાઈટને બ્યુટી એન્ડ વેલનેસ સેક્ટર સ્કિલ કાઉન્સિલ (બીએન્ડડબ્લ્યુએસએસસી) દ્વારા ઈન્ડસ્ટ્રી ટ્રેડ પાર્ટનર તરીકે ટેકો મળ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.