Western Times News

Gujarati News

70 વર્ષીય દર્દીના હૃદયમાં રહેલ ટ્યુમરનું વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ ઓપરેશન

પ્રતિકાત્મક

રાજકોટ, વૉકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ ખાતે અનુભવી અને ખ્યાતનામ ડો. પ્રશાંત વણઝર અને ડો. હિમાંશુ કોયાણી કેન્સર ની ખુબજ જટિલ અને જોખમી સર્જરીઓ ખુબજ ચોકસાઈ અને સરળતાથી કરતા હોય છે.

હાલમાંજ એક ૭૦ વર્ષીય પ્રૌઢ ને છાતી માં દુખાવા સાથે શ્વાશ માં તકલીફ થઇ રહેલ હતી જે માટે તેઓ એ ડો. પ્રશાંત વણઝર અને ડો. હિમાંશુ કોયાણી ને કન્સલ્ટ કરી નિદાન કરતા છાતીમાં હૃદય ની ઉપરના ભાગે મોટી ગાંઠ ટ્યૂમર હોવાનું માલુમ પડ્યું, જે માટે ડૉક્ટર એ દર્દીને ઓપેરશન કરી સંપૂર્ણ ગાંઠ કાઢવા માટે જણાવ્યું હતું.

ઓપરેશન ને લગતા જોખમો અને ફાયદાઓ વિષે વિસ્તૃત માહિતી આવ્યા પછી દર્દીને અને સગાઓ ઓપરેશન માટે સહમતી આપી. જે બાદ ઓપરેશન માં છાતી ખોલીને પેરીકાર્ડિયમ (હૃદયની આજુ બાજુ) ના એક ભાગ સાથે સંપૂર્ણ ગાંઠ (ટ્યૂમર) ને દૂર કરી ત્યાં જાળી મૂકી અને નિવિદન અને સરળતાથી ઓપરેશન પૂર્ણ કરી બે દિવસ ICU માં ઓબઝરવેશન માટે રાખવામાં આવ્યા હતા અને ત્રીજા દિવસે દર્દીના રોજિંદા ક્રિયાઓ કરવામાં રજા કરવામાં આવેલ હતી.

વોકહાર્ટ હોસ્પિટલ્સ હંમેશાથી દર્દીઓનો જીવ બચાવવામાં અને તેમને બેસ્ટ ક્લિનિકલ સારવાર આપવામાં માને છે. આ કેસનું ખૂબ બારીકાઈથી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. હાઈ રિસ્ક હોવા છત્તા પણ નિષ્ણાંતો દ્વારા ખૂબ સરળતાથી ઓપરેશન કરવામાં આવ્યું અને દર્દી સાજા થઈ ગયા. દર્દીને એક પ્રકારે નવું જીવન મળ્યું એમ કહી શકાય. ડૉ. પ્રશાંત અને ડૉ. હિમાંશુ બંને પોતાના કામમાં ખૂબ જ નિપુણ છે. તેઓ પોતાના ક્ષેત્રમાં ખૂબ જ બહોળો અનુભવ ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.